લોકસભા પરિણામના Shockથી હજુ સુધી બહાર નથી આવ્યાં કેજરીવાલ, દિલ્હીની મહિલાઓને આપી એવી ભેટ કે જેથી થશે જનતાનું જ નુકશાન

|

Jun 03, 2019 | 9:47 AM

દિલ્હીમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ એક મોટી જાહેરાત કરી છે. દિલ્હી સરકારે મહિલાઓને મેટ્રો અને ડીટીસી બસમાં ફ્રી મુસાફરી કરવાની ગીફ્ટ આપી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફરન્સમાં આ વિશે જાહેરાત કરી છે. જોકે અરવિંદ કેજરીવાલની આ જાહેરાતથી તેમણે દિલ્હીમાં 64 લાખ મહિલા મતદારોને રીઝવવા પ્રયાસ કર્યાો […]

લોકસભા પરિણામના Shockથી હજુ સુધી બહાર નથી આવ્યાં કેજરીવાલ, દિલ્હીની મહિલાઓને આપી એવી ભેટ કે જેથી થશે જનતાનું જ નુકશાન

Follow us on

દિલ્હીમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ એક મોટી જાહેરાત કરી છે. દિલ્હી સરકારે મહિલાઓને મેટ્રો અને ડીટીસી બસમાં ફ્રી મુસાફરી કરવાની ગીફ્ટ આપી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફરન્સમાં આ વિશે જાહેરાત કરી છે. જોકે અરવિંદ કેજરીવાલની આ જાહેરાતથી તેમણે દિલ્હીમાં 64 લાખ મહિલા મતદારોને રીઝવવા પ્રયાસ કર્યાો છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં મહિલાઓ અસુરક્ષીત અનુભવી રહી છે. મહિલાઓની સુરક્ષા માટે 2 મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. એક તો CCTV કેમેરા લગાવવા માટે અઢી વર્ષથી મહેનત કરવામાં આવી રહી છે. દોઢ લાખ CCTV લગાવવાનું ટેન્ડર આપવામાં આવ્યું હતું. 70 હજાર CCTVનો સર્વે થઈ ચૂક્યો છે. કેજરીવાલે કહ્યું કે, 8 જૂનથી કેમેરા લગાવવાની શરૂઆત થઈ જશે અને ડિસેમ્બર સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો થઈ જશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ પણ વાંચો: થઈ શકે છે પાણીની તંગી.. દેશના 91 જળાશયોમાં બચ્યું માત્ર 20% પાણી, જાણો ગુજરાતની શું છે પરિસ્થિતિ

ચૂંટણી પંચના આંકડાના મુજબ દિલ્હીમાં કુલ 1.43 કરોડ મતદારો છે. તેમાંથી 64 લાખ મહિલા મતદારો છે. આમ, દિલ્હીમાં મહિલાઓની વસતી વધારે છે. દિલ્હીમાં બસ અને મેટ્રોમાં કુલ સફર કરતા યાત્રીઓમાં 33% મહિલાઓ હોય છે. આ પ્રમાણે મહિલાઓની મફત મુસાફરીના કારણે લગભગ દર વર્ષે 1 હજાર કરોડનો ખર્ચ આવશે અને 200 કરોડનો બસ સેવાના કારણે ખર્ચ આવશે. સરકારી તીજોરી પર અંદાજીત દર વર્ષે 1200 કરોડનો બોજ પડશે.

TV9 Gujarati

2-3 મહિનાની અંદર આ સુવિધા તૈયાર થઈ જશે. વિભાગો પાસે પ્રેઝન્ટેશન માંગવામાં આવ્યું છે. જોકે તેમણે કહ્યું છે કે, મહિલાઓ પર આ સબસિડી થોપવામાં નહીં આવે. જે મહિલાઓ સક્ષમ છે તેઓ ટિકિટ લઈને મુસાફરી કરી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article