DELHI : ગુજરાતમાંથી કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ મંત્રીઓ સાથે જે.પી.નડ્ડા અને ગૃહપ્રધાન અમિત શાહની બેઠક, જાણો શું કહ્યું ગુજરાતના મંત્રીઓ વિશે

|

Jul 23, 2021 | 7:35 AM

ગુજરાતમાંથી આઝાદી બાદ પહેલી વાર સાત-સાત સાંસદોને કેન્દ્ર સરકારમાં મંત્રી બનવવામાં આવ્યાં છે.ગુજરાતમાંથી પહેલાથી જ 4 મંત્રી કેન્દ્રમાં હતા જેમાં ગૃહપ્રધાન અમિત શાહ, વિદેશ પ્રધાન એસ.જયશંકર, પુરુષોત્તમ રૂપાલા તેમજ મનસુખ માંડવીયાનો સમાવેશ થતો હતો. આમાં ગુજરાતમાંથી વધુ 3 સાંસદોને મંત્રી બનાવવામાં આવ્યાં.

DELHI : ગુજરાતમાંથી કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ મંત્રીઓ સાથે જે.પી.નડ્ડા અને ગૃહપ્રધાન અમિત શાહની બેઠક, જાણો શું કહ્યું ગુજરાતના મંત્રીઓ વિશે
DELHI :Meeting of JP Nadda and Amit Shah with Union Ministers from Gujarat

Follow us on

DELHI : મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ કેબીનેટ વિસ્તરણ અને ફેરબદલમાં ગુજરાતમાંથી આઝાદી બાદ પહેલી વાર સાત-સાત સાંસદોને કેન્દ્ર સરકારમાં મંત્રી બનવવામાં આવ્યાં છે. ગુજરાતમાંથી પહેલાથી જ 4 મંત્રી કેન્દ્રમાં હતા જેમાં ગૃહપ્રધાન અમિત શાહ, વિદેશ પ્રધાન એસ.જયશંકર, પુરુષોત્તમ રૂપાલા તેમજ મનસુખ માંડવીયાનો સમાવેશ થતો હતો. આમાં ગુજરાતમાંથી વધુ 3 સાંસદોને મંત્રી બનાવવામાં આવ્યાં, જેમાં દર્શના જરદોશ, દેવુસિંહ ચૌહાણ અને ડો.મહેન્દ્ર મુંજપરાનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ મંત્રીઓ સાથે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા (JP Nadda)અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ( Amit Shah) ની બેઠક મળી હતી.

આ બેઠક અંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કર્યું હતું કે ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી JP Nadda જીની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યમાંથી કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યોનુ સ્વાગત કર્યુ તેમજ સાંસદો સાથે સંવાદ કર્યો. આ નવું મંત્રીમંડળ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નવા ભારતના સ્વપ્નને સાકાર કરવા સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણથી કામ કરશે.

ગુજરાતમાંથી સાત સાંસદોને કેન્દ્રમાં પ્રતિનિધિત્વ મળ્યું
લોકસભામાં ગુજરાતના 26 માંથી 26 સાંસદો ભાજપના છે . જેમાંથી ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત દર્શના જરદોશ , દેવુસિંહ ચૌહાણ અને ડો.મહેન્દ્ર મુંજપરાને મંત્રી તરીકે સરકારમાં કામ કરવાની તક મળી છે. રાજ્યસભામાં ગુજરાતના 11 માંથી ભાજપના 9 સાંસદો પૈકી એસ.જયશંકર દેશના વિદેશમંત્રી છે. પહેલાથી રાજ્ય મંત્રીપદે રહેલા મનસુખ માંડવિયા અને પુરસોત્તમ રૂપાલાનો હવે કેબિનેટમાં સમાવેશ થયો છે. આમ , ભારત સરકારમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા 7 સાંસદોને મત્રીપદ મળ્યું છે. હાલ ગુજરાતમાંથી લોકસભાના 20 માંથી 4 , રાજ્યસભામાં 9 માંથી 3 એમ કુલ 7 સાંસદો કેન્દ્રમાં મંત્રીપદે છે.

Published On - 7:35 am, Fri, 23 July 21

Next Article