દિલ્હી વિધાનસભાના ચૂંટણી પ્રચારમાં વડાપ્રધાન મોદીની એન્ટ્રી, આજે પ્રથમ જનસભાને સંબોધિત કરશે

|

Feb 03, 2020 | 4:11 AM

દિલ્હી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પાર્ટીઓએ કમર કસી લીધી છે. એક તરફ જ્યાં આમ આદમી પાર્ટી એક વખત ફરી રાજધાનીની સત્તામાં આવવા માટે મહેનત કરી છે. ત્યારે બીજી તરફ ભાજપ પણ આ ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલને સત્તામાં ના આવવા માટે કોઈ કસર નથી છોડવા માગતી. વડાપ્રધાન મોદી આજે દિલ્હી ચૂંટણી માટે પ્રચારમાં ઉતર્યા છે. […]

દિલ્હી વિધાનસભાના ચૂંટણી પ્રચારમાં વડાપ્રધાન મોદીની એન્ટ્રી, આજે પ્રથમ જનસભાને સંબોધિત કરશે

Follow us on

દિલ્હી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પાર્ટીઓએ કમર કસી લીધી છે. એક તરફ જ્યાં આમ આદમી પાર્ટી એક વખત ફરી રાજધાનીની સત્તામાં આવવા માટે મહેનત કરી છે. ત્યારે બીજી તરફ ભાજપ પણ આ ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલને સત્તામાં ના આવવા માટે કોઈ કસર નથી છોડવા માગતી. વડાપ્રધાન મોદી આજે દિલ્હી ચૂંટણી માટે પ્રચારમાં ઉતર્યા છે. વડાપ્રધાન મોદી દિલ્હી ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારક છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વડાપ્રધાન મોદી દિલ્હી ચૂંટણી માટે આજે પ્રથમ રેલી કરવા જઈ રહ્યા છે. આ રેલી પૂર્વ દિલ્હીની કડકડડૂમામાં થશે. જ્યાં વડાપ્રધાન મોદી જનસભાને સંબોધિત કરશે. વડાપ્રધાન મોદીની રેલી બપોરે 2 વાગ્યે કડકડડૂમાના CBD ગ્રાઉન્ડમાં હશે. વડાપ્રધાનની રેલીમાં કોઈ પણ પ્રકારની સૂરક્ષા ચૂક ના થાય, તેના માટે દિલ્હી પોલીસે તમામ વ્યવસ્થા કરી છે. રવિવારે દિલ્હી પોલીસ કમિશ્નર અમુલ્ય પટનાયકે અન્ય પોલીસ અધિકારીઓની સાથે CBD ગ્રાઉન્ડનું નિરીક્ષણ કર્યુ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા દિલ્હીના શકૂરબસ્તી, મોડલ ટાઉન અને ચાંદની ચોકમાં સભાઓને સંબોધિત કરશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ કંઝાવાલા, સદર બજાર અને પહાડગંજમાં રેલીઓને સંબોધિત કરશે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી કિરારી, મંગોલપુરી અને બદરપુરમાં સભાઓને સંબોધિત કરશે. તેની સાથે સ્મૃતિ ઈરાની પણ ત્રિનગર, કરોલબાગ અને માદીપુરમાં જનસભામાં ભાગ લેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article