VIDEO: ગુજરાતની 4 બેઠક પર પેટાચૂંટણી જાહેર, આ બેઠક પર ચૂંટણી લડવા ભાજપમાંથી 30થી વધુ દાવેદાર

|

Sep 21, 2019 | 8:19 AM

લોકસભાની ચૂંટણી બાદ હવે ગુજરાતમાં પેટાચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ગુજરાતની ચાર બેઠકો પર ભાજપના સંભવિત ઉમેદવારો પર નજર કરીએ તો ઉત્તર ગુજરાતની ચાર બેઠકો પર ભાજપ મોટા માથાને ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. બનાસકાંઠાની થરાદ બેઠક પર પૂર્વપ્રધાન શંકર ચૌધરીનું નામ ચર્ચાઈ રહ્યું છે. તો, પરબત પટેલે ખાલી કરેલી આ બેઠક પર તેમના પુત્ર […]

VIDEO: ગુજરાતની 4 બેઠક પર પેટાચૂંટણી જાહેર, આ બેઠક પર ચૂંટણી લડવા ભાજપમાંથી 30થી વધુ દાવેદાર
bjp candidate

Follow us on

લોકસભાની ચૂંટણી બાદ હવે ગુજરાતમાં પેટાચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ગુજરાતની ચાર બેઠકો પર ભાજપના સંભવિત ઉમેદવારો પર નજર કરીએ તો ઉત્તર ગુજરાતની ચાર બેઠકો પર ભાજપ મોટા માથાને ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. બનાસકાંઠાની થરાદ બેઠક પર પૂર્વપ્રધાન શંકર ચૌધરીનું નામ ચર્ચાઈ રહ્યું છે. તો, પરબત પટેલે ખાલી કરેલી આ બેઠક પર તેમના પુત્ર શૈલેષ પટેલને ટિકિટ મળવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ ગુજરાત વિધાનસભાની 4 બેઠક પર પેટાચૂંટણીની તારીખો જાહેર, આજથી ચારેય બેઠક પર આચાર સંહિતા લાગુ

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તો ખેરાલુ બેઠક માટે પૂર્વ ધારાસભ્ય રમીલા દેસાઈ, સાંસદ ભરતસિંહ ડાભીના ભાઈ રામસિંહ ડાભી અને કનુ ડાભી દાવેદારી કરી રહ્યા છે. આ ઉપરાંત પંચમહાલની લુણાવાડા બેઠક માટે જિલ્લા ભાજપ પ્રમુખ જે. પી. પટેલ મજબૂત દાવેદાર છે. અમદાવાદની અમરાઈવાડી બેઠક પર 30થી વધુ દાવેદારો લોબિંગ કરી રહ્યા છે.  હસમુખ પટેલની અમરાઈવાડી બેઠક પર સૌથી વધુ દાવેદારો છે. ઋત્વિજ પટેલ, અસિત વોરા, અમૂલ ભટ્ટ, પ્રવીણ દેસાઈએ દાવેદારી કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article