ગુજરાત વિધાનસભાની મોરવાહડફ બેઠકની મતગણતરી

|

May 02, 2021 | 8:31 AM

મોરવા હડફ ( morwa hadaf ) સરકારી વિનયન કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામા આવી છે. મોરવા હડફ વિધાનસભા બેઠક ઉપર કુલ 2.19 લાખ મતદારો નોંધાયેલા છે, જે પૈકી પેટા ચૂંટણીમાં 42 ટકા જેટલુ મતદાન થવા પામ્યુ હતુ. બન્ને પક્ષોએ પોતાના ઉમેદવારની જીત થશે તેવો દાવો કર્યો છે.

ગુજરાત વિધાનસભાની મોરવાહડફ બેઠકની મતગણતરી
મત ગણતરીની પ્રતિકાત્મક તસવીર

Follow us on

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની વચ્ચે યોજાયેલ ગુજરાત વિધાનસભાની મોરવા હડફ ( morwa hadaf ) બેઠકની પેટા ચૂંટણીનુ પરિણામ આજે 2જી મે 2021ને રવિવારના રોજ જાહેર થશે. કોરોના સંક્રમણને મતગણતરી માટે કેન્દ્રીય ચૂંટણી પંચે વિશેષ માર્ગદર્શીકા ઘડી કાઢી છે. જેના ચુસ્ત પાલન વચ્ચે પંચમહાલ જિલ્લાની મોરવા હડફ વિધાનસભાની એક બેઠકની મતગણતરી હાથ ધરાશે.

મોરવા હડફ સરકારી વિનયન કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામા આવી છે. મોરવા હડફ વિધાનસભા બેઠક ઉપર કુલ 2.19 લાખ મતદારો નોંધાયેલા છે, જે પૈકી પેટા ચૂંટણીમાં 42 ટકા જેટલુ મતદાન થવા પામ્યુ હતુ. બન્ને પક્ષોએ પોતાના ઉમેદવારની જીત થશે તેવો દાવો કર્યો છે.

મોરવા હડફ વિધાનસભા મત વિસ્તારના મતદારો, ભાજપ ( BJP )ના નિમિષા સુથાર  અને કોંગ્રેસના (Congress)ના સુરેશ કટારા સહીતના ઉમેદવારોના ભાવિનો ફેસલો કરશે. કોરોનાના કપરાકાળ વચ્ચે યોજાયેલી ચૂંટણી માટે કુલ 329 મતદાન મથકો ઉપર મતદાન હાથ ધરાયું હતું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કેન્દ્રીય ચૂંટણી પંચના સીધા માર્ગદર્શન હેઠળ યોજાઈ રહેલા આજની મતગણતરીમાં કોરોનાની ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરાવવા મત ગણતરી કેન્દ્ર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ વિધાનસભાની બેઠક ઉપર 2017માં કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા. પરંતુ તેમની સામે બોગસ આદીજાતીનુ પ્રમાણ પત્ર હોવાનો કેસ થયો હતો. જેમાં કોર્ટ કાર્યવાહીને અંતે કોંગ્રેસના ઉમેદવારની જીત રદ કરવામાં આવી હતી. જેના કારણે આજે પેટાચૂંટણી યોજાઈ રહી છે.

ભાજપે વિધાનસભાની 2017ની ચૂંટણીમાં જે ઉમેદવારને ઊભા રાખ્યા હતા, તેમને જ ફરીથી ટિકીટ આપી છે. જ્યારે કોંગ્રેસે અન્ય ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. આજની પેટાચૂંટણીમાં પણ મુખ્યત્વે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર વચ્ચે જ સ્પર્ધા છે. મોરવા હડપ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કુલ ત્રણ જ ઉમેદવારો હતા.

Next Article