બિહારમાં ફ્રીમાં મળશે કોરોનાની રસી, ખાનગી હોસ્પિટલમાં પણ સરકાર કરશે વ્યવસ્થા

|

Mar 01, 2021 | 4:29 PM

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે Corona  રસીકરણ અંગે મોટું નિવેદન આપ્યું છે. સીએમ નીતીશ કુમારે કહ્યું છે કે સમગ્ર બિહારમાં કોરોના રસીકરણ નિ: શુલ્ક કરવામાં આવશે.

બિહારમાં ફ્રીમાં મળશે કોરોનાની રસી, ખાનગી હોસ્પિટલમાં પણ સરકાર કરશે વ્યવસ્થા

Follow us on

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે Corona  રસીકરણ અંગે મોટું નિવેદન આપ્યું છે. સીએમ નીતીશ કુમારે કહ્યું છે કે સમગ્ર બિહારમાં કોરોના રસીકરણ નિ: શુલ્ક કરવામાં આવશે. ખાનગી હોસ્પિટલોમાં પણ આ સુવિધા વિના મૂલ્યે આપવામાં આવશે.બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે કહ્યું કે, “સમગ્ર બિહાર રાજ્યમાં Corona રસીકરણ એકદમ નિ: શુલ્ક રહેશે. આ પ્રકારની સુવિધા ખાનગી હોસ્પિટલોમાં પણ ઉપલબ્ધ કરવામાં આવશે, આ સુવિધા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.

સમગ્ર બિહારમાં રસીકરણ  નિ: શુલ્ક રહેશે – નીતીશ કુમાર

નીતીશ કુમારે કહ્યું કે ગઈકાલે અમે બેઠક કરી હતી તેની માટે અનેક વિભાગો સાથે સમીક્ષા કરવામાં આવી હતી. Corona  રસીકરણ અંગે સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી હતી. સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી છે. આ સમયે નિર્ણય લેવામાં આવ્યો છે કે હું ફક્ત આઇજીઆઈએમએસમાં જ રસી લઈશ. તેમજ જ અન્ય જગ્યાએ પણ તેની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. વિધાનસભા અને વિધાન પરિષદમાં પણ રસીકરણની વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર બિહારમાં રસીકરણ એકદમ નિ: શુલ્ક રહેશે. ખાનગી હોસ્પિટલોમાં પણ રાજ્ય સરકાર દ્વારા રસીકરણની મફત વ્યવસ્થા કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

ઉલ્લેખનીય છે કે , આજથી દેશભરમાં કોરોના રસીકરણના બીજા તબક્કાની શરૂઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 6:25 કલાકે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ પહોંચ્યા. અહીં તેમણે ભારત બાયોટેકની કોવાક્સિનનો પ્રથમ ડોઝ લીધો. પુડુચેરીના પી.નિવેદાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને Corona Vaccine નો પ્રથમ ડોઝ આપ્યો હતો.

Corona રસીકરણનો બીજો તબક્કો શરૂ

સમગ્ર દેશમાં સોમવારથી Corona રસીકરણનો બીજો તબક્કો શરૂ થયો છે. બીજા તબક્કા માટે સરકારે કેટલીક વિશેષ તૈયારીઓ કરી છે. જેની આરોગ્ય મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે. સરકારે દેશભરના Corona રસીકરણ કાર્યક્રમમાં ભાગ લઈ રહેલી ખાનગી હોસ્પિટલોની સૂચિ બહાર પાડી છે.

ખાનગી હોસ્પિટલોમાં Corona રસીના ડોઝ માટે વધુમાં વધુ 250 રૂપિયા લેવામાં આવશે. 1 માર્ચથી 60 વર્ષ કે તેથી વધુ વયના વૃદ્ધો અને 45 થી 59 વર્ષની વયના જેઓ કોઈ ગંભીર રોગથી પીડાય છે તેમની માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે . સરકારી હોસ્પિટલોમાં રસીકરણ નિ: શુલ્ક રહેશે. જ્યારે ખાનગી કેન્દ્રો પર ભાવ ચૂકવીને રસી લઇ શકાશે . ખાનગી હોસ્પિટલમાં કોરોના રસી માટે 250 રૂપિયા ચાર્જ લેવામાં આવશે. જેમાં તેની કિંમત રસી 150 રૂપિયા છે અને સર્વિસ ચાર્જ તરીકે 100 રૂપિયા લેવામાં આવશે.

Published On - 4:23 pm, Mon, 1 March 21

Next Article