Corona : પીએમ મોદી 20 મેના રોજ કોરોનાથી વધુ અસરગ્રસ્ત જિલ્લાના કલેક્ટરો સાથે કરશે સીધો સંવાદ

|

May 13, 2021 | 4:56 PM

પીએમ મોદીએ કોરોના રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત એવા જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ (ડીએમ) સાથે વાત કરવાનું નક્કી કર્યું છે. પીએમ મોદી 20 મેના રોજ 10 રાજ્યોના જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે બેઠક કરશે. આ પ્રથમવાર હશે જ્યારે વડા પ્રધાન રાજ્યોના જિલ્લા કલેક્ટરો સાથે સીધી ચર્ચા કરશે.

Corona : પીએમ મોદી 20 મેના રોજ કોરોનાથી વધુ અસરગ્રસ્ત જિલ્લાના કલેક્ટરો સાથે કરશે સીધો  સંવાદ
પીએમ મોદી 20 મેના રોજ કોરોનાથી વધુ અસરગ્રસ્ત જિલ્લાના કલેક્ટરો સાથે કરશે સંવાદ

Follow us on

દેશમાં Corona  વાયરસની બીજી લહેર ચાલુ છે. આ દરમ્યાન પીએમ મોદીએ કોરોના રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત એવા જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ (ડીએમ) સાથે વાત કરવાનું નક્કી કર્યું છે. પીએમ મોદી 18 અને 20 મેના રોજ જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે બેઠક કરશે. આ પ્રથમવાર હશે જ્યારે વડા પ્રધાન રાજ્યોના જિલ્લા કલેક્ટરો સાથે સીધી ચર્ચા કરશે.

મળતી માહિતી મુજબ પીએમ મોદી .18 મેના રોજ પીએમ મોદી રાજ્યના 46 જિલ્લા અધિકારીઓ સાથેની બેઠકો કરશે જ્યારે . 20 મેના રોજ દસ રાજ્યોના 54 જિલ્લા અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તે જિલ્લા છે જ્યાં Corona માં સૌથી વધુ કેસ છે. આ બેઠકના પ્રથમ રાઉન્ડમાં 20 મેના રોજ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, પુડ્ડુચેરી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઝારખંડ, ઓરિસ્સા, કેરળ અને હરિયાણાના જિલ્લા મેજિસ્ટ્રેટ્સ ભાગ લેશે.

મળતી માહિતી મુજબ આ બેઠકમાં મહારાષ્ટ્રના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સૌથી વધારે હશે. જ્યારે પશ્ચિમ બંગાળના 9, ઉત્તર પ્રદેશના 4, રાજસ્થાનના પાંચ, ઓરિસ્સાના 3 અને પુડુચેરીના 1 જિલ્લામાં નવીનતમ સ્થિતિની ચર્ચા કરવામાં આવશે. આ પછી વડા પ્રધાન બાકીના જિલ્લા મેજિસ્ટ્રેટ્સ સાથે વાત કરશે. કહેવામાં આવી રહ્યું છે કે બેઠકમાં જિલ્લાઓમાં કોરોનાના પ્રશ્નો, કોવિડ રસીકરણ સહિત કોરોના સામે જંગની વ્યૂહરચના સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

વિપક્ષે પીએમ મોદીને પત્ર લખ્યો હતો
આ અગાઉ દેશમાં Corona રોગચાળાનો ફેલાવો અને કટોકટી અને આરોગ્ય માળખાની મર્યાદા વચ્ચે લગભગ તમામ મોટા વિરોધી પક્ષોએ વડા પ્રધાનને એક ખુલ્લો પત્ર લખ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં 12 વિરોધી પક્ષોએ લખ્યું છે કે કોરોના રસીનું મફત રસીકરણ, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ બંધ કરવા અને તેના નાણાં આરોગ્ય સુવિધાઓ પર ખર્ચ કરવા અને બેરોજગારને મહિને 6 હજાર રૂપિયા આપવા અને કૃષિ કાયદાને રદ કરવા જેવી 9 માંગણીઓ કરી છે.

Published On - 4:06 pm, Thu, 13 May 21

Next Article