Ghulam Nabi Azadથી રિસાયા કોંગ્રેસના કાર્યકરો, જમ્મુમાં થયું ભારે વિરોધ પ્રદર્શન

|

Mar 02, 2021 | 3:38 PM

જમ્મૂ કાશ્મીરમાં કૉંગ્રેસી કાર્યકરો પાર્ટી વિરુદ્ધ જનારા 23 નેતાઓ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જમ્મુમાં કૉંગ્રેસના કાર્યકરોના નિશાના પર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કૉંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદ (Ghulam Nabi Azad) હતા. શનિવારે દિલ્હીથી જમ્મુ પહોંચેલા કૉંગ્રેસના કાર્યકરોએ પાર્ટી વિરુદ્ધના રાગ આલાપવા વાળા નેતાઓ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યુ.

Ghulam Nabi Azadથી રિસાયા કોંગ્રેસના કાર્યકરો, જમ્મુમાં થયું ભારે વિરોધ પ્રદર્શન

Follow us on

જમ્મૂ કાશ્મીરમાં કૉંગ્રેસી કાર્યકરો પાર્ટી વિરુદ્ધ જનારા 23 નેતાઓ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જમ્મુમાં કૉંગ્રેસના કાર્યકરોના નિશાના પર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કૉંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદ (Ghulam Nabi Azad) હતા. શનિવારે દિલ્હીથી જમ્મુ પહોંચેલા કૉંગ્રેસના કાર્યકરોએ પાર્ટી વિરુદ્ધના રાગ આલાપવા વાળા નેતાઓ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યુ. કૉંગ્રેસ પાર્ટી હાઈકમાનના વિરુદ્ધમાં બોલનારા 23 નેતાઓનું નેતૃત્વ કરનાર ગુલામ નબી આઝાદથી નારાજ કાર્યકરોએ તેમના પૂતળાનું દહન કર્યુ, આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરનાર જમ્મુ કાશ્મીર કૉંગ્રેસના સચિવ શહનાઝ ચૌધરીએ આરોપ લગાવ્યા છે કે ગુલામ નબી આઝાદ ભાજપની ભાષા બોલી રહ્યા છે. શહનાઝ ચૌધરીએ કહ્યુ કે કૉંગ્રેસના હાઈકમાન સામે આંગળી ચિંધનારાઓને કાશ્મીર કૉંગ્રેસના કાર્યકરો સહન નહીં કરે.

 

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સંસદમાં ભાવુક થયા હતા નરેન્દ્ર મોદી

થોડા દિવસો પહેલા જ ગુલામ નબી આઝાદનો કાર્યકાળ પૂર્ણ થયો છે તે જ સમયે રાજ્યસભામાં પીએમ નરેન્દ્ર મોદીએ તેમના ખૂબ વખાણ કર્યા હતા અને તેમની સાથે જોડાયેલી એક ઘટનાને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા. પીએમ મોદીએ આઝાદને સલામ કર્યુ હતુ. બાદમાં ગુલામ નબી આઝાદ પણ ભાવુક થઈ ગયા હતા. ગુલામ નબી આઝાદે 23 નેતાઓના સંગઠનમાં મુખ્ય ચેહરો છે, જે સંગઠન ચૂંટણીની માંગ કરી ચૂક્યા છે. એક દિવસ પહેલા જ આ નેતાઓએ જમ્મુમાં સભા કરીને કૉંગ્રેસને મજબૂત કરવાની માંગ કરી હતી. પ્રદર્શન કરનાર કાર્યકર્તાઓએ સોનિયા ગાંધી પાસે માંગ કરી છે કે પાર્ટી વિરુદ્ધ બોલનારા બધા નેતાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે સાથે જ પશ્ચિમ બંગાળમાં કૉંગ્રેસના બે મોટા નેતા આનંદ શર્મા અને અધીર રંજન ચૌધરી વચ્ચે ચાલી રહેલા મતભેદો પર પણ નિશાનો સાધ્યો.

 

Next Article