કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે અમદાવાદના રસ્તાઓ પર ગળે ફાંસીનો ગાળિયો લગાવીને ફર્યા, પણ કેમ, જુઓ VIDEO

|

Jan 01, 2019 | 6:47 AM

જૂની વી.એસ.હોસ્પિટલને બચાવવા કોંગ્રેસ આક્રમક બની છે.કોંગ્રેસના નેતાઓએ તેમની સામે થયેલા કેસનો અનોખી રીતે વિરોધ કર્યો. નેતાઓ ગળે ફાંસીનો ગાળીયો લગાવી ઢોલ નગારા સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે રેલી સ્વરૂપે નીકળ્યા. જોકે પોલીસે કોંગી નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી. વી.એસ.હોસ્પિટલને બચાવવા માટે અમદાવાદ શહેર કોંગ્રેસ દ્રારા 27 ડિસેમ્બરના રોજ કોર્પોરેશનની કચેરીનો ઘેરાવો કરવાનો કાર્યક્રમ […]

કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે અમદાવાદના રસ્તાઓ પર ગળે ફાંસીનો ગાળિયો લગાવીને ફર્યા, પણ કેમ, જુઓ VIDEO

Follow us on

જૂની વી.એસ.હોસ્પિટલને બચાવવા કોંગ્રેસ આક્રમક બની છે.કોંગ્રેસના નેતાઓએ તેમની સામે થયેલા કેસનો અનોખી રીતે વિરોધ કર્યો. નેતાઓ ગળે ફાંસીનો ગાળીયો લગાવી ઢોલ નગારા સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે રેલી સ્વરૂપે નીકળ્યા. જોકે પોલીસે કોંગી નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી.

વી.એસ.હોસ્પિટલને બચાવવા માટે અમદાવાદ શહેર કોંગ્રેસ દ્રારા 27 ડિસેમ્બરના રોજ કોર્પોરેશનની કચેરીનો ઘેરાવો કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કોંર્પોરેશનના ઘેરાવ વખતે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ચક્કાજામ પણ કર્યો હતો અને કોર્પેરેશનની કચેરીનો મુખ્ય દરવાજો તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો. કેટલાક કાર્યકર્તાઓ દિવાલ કૂદીને કોર્પોરેશનની કચેરીમાં ઘૂસી ગયા હતા. જેને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલ, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા, શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ તથા મ્યુનિ. વિપક્ષના નેતા દિનેશ શર્મા સામે તથા અજાણ્યા ટોળા સામે જાહેરનામા ભંગનો તથા અન્ય કલમો લગાવી કેસ કરવામાં આવ્યો છે. આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યો અને નેતા આજે અનોખી રીતે કારંજ પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે ગયા હતા. પરંતુ પોલીસે તેમને પોલીસ સ્ટેશનમાં હાજર થવાને બદલે અટકાયત કરી હતી.

જુઓ વીડિયો:

કોર્પોરેટર બદ્દરૂદ્દીન શેખે જણાવ્યું,

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

“જ્યારે નવી હોસ્પિટલનું ઉદ્દઘાટન કરાશે તે દિવસે પણ કોંગ્રેસ આશ્વર્યજનક કાર્યક્રમો આપશે. 48 વોર્ડમાં ચક્કા જામ અને ફૂગ્ગાો ઉડાડીને વિરોધ કરવામાં આવશે.”

રાજ્ય સરકાર વી.એસ.હોસ્પિટલનું ખાનગીકરણ કરી રહી હોવાના આરોપ સાથે કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોએ કર્યો વિરોધ, પોલીસે કરી અટકાયત

કોંગ્રેસના નેતાઓ ગળે ફાંસીનો ગાળીયો પહેરી ઢોલ નગારા સાથે મોટી સંખ્યામાં કાર્યકરો સાથે લાલ દરવાજા શહેર કોંગ્રેસ કાર્યાલયથી કારંજ પોલીસ સ્ટેશન જવા નીકળ્યા હતા. પરંતુ નેતાઓ પોલીસ સ્ટેશન પહોંચે તે પહેલાં જ અટકાયત કરી હતી. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો અમદાવાદ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ખડકી દેવામાં આવ્યો હતો. જેવા નેતાઓ અને કાર્યકરો ઢોલ નગારા સાથે સૂત્રોચ્ચાર કરતા કાર્યલયની બહાર નીકળ્યા ત્યારે પોલીસે તેમની અટકાયત કરી લીધી. શહેર પ્રમુખ શશીકાંત પટેલ, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ તથા મ્યુનિ. વિપક્ષના નેતા દિનેશ શર્મા શહિત 100થી વધારે કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

 

ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે અમદાવાદ મેયર જૂની વી એસ હોસ્પિટલને યથાવત 1155 બેડ સાથે રાખવાની જાહેરાત કરે. વી એસ હોસ્પિટલને બચાવવા માટ ફાંસીએ લટકવા માટે પણ અમે તૈયાર છીએ.

આ પણ વાંચો: ગુજરાતે ફરી એ કર્યું કે જે દેશમાં કોઈ રાજ્યે અગાઉ ક્યારેય નથી કર્યું, હવે સ્કૂલોમાં ‘યસ સર’ નહીં, ‘જય હિન્દ’ બોલવું પડશે

જુઓ વીડિયો:

અટકાયતને લઈને પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. તો પોલીસકર્મીઓએ મહિલા કાર્યકરો અને મહિલા કોર્પોરેટરો સાથે ઝપાઝપી કરતાં મહિલા કોર્પોરેટર અજરા કાદરી અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. મહિલા કોર્પોરેટરે આક્ષેપ કર્યો હતો કે મહિલા કાર્યકરોને મહિલા પોલીસ દ્વારા પકડવાને બદલે પુરૂષ પોલીસે મહિલા કાર્યકરો સાથે ઝપાઝપી કરી ગેરવર્તણૂંક કરી છે. અંતે મહિલા કાર્યકરોની અટકાયત કરવા માટે મહિલા પોલીસને બોલાવી હતી.

શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલે આક્ષેપ કર્યો છે કે આંદોલનથી ગભરાઈને કોર્પોરેશનના સત્તાધિશોએ કોંગ્રેસના નેતાઓ સામે ખોટા કેસ કર્યો છે. કોંગ્રેસનું આંદોલન ચાલુ જ રહેશે.

[yop_poll id=413]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:02 pm, Mon, 31 December 18

Next Article