MUMBAI : પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓની આવી થઇ હાલત

|

Jul 10, 2021 | 7:48 PM

Congress Protest in Mumbai : કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો સામે વિરોધ દર્શાવ્યો હતો. આ દરમિયાન શહેરમાં કોંગ્રેસના કાર્યકરો ઉંટગાડી, બળદગાડા અને સાઇકલ પર સવાર થઈને આવ્યા હતા.

MUMBAI : પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓની આવી થઇ હાલત
Bullock cart carrying Mumbai congress leaders collapses

Follow us on

MUMBAI: મહારાષ્ટ્ર કોંગ્રેસે મોંઘવારી સામે રાજ્યવ્યાપી આંદોલન કરવાનું આહ્વાન કર્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં દરરોજ કોંગ્રેસના કાર્યકરો વિરોધ પ્રદર્શન (Protest of Congress) કરી રહ્યા છે. શનિવારે કોંગ્રેસ (CONGRESS) ના કાર્યકરો અને નેતાઓ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો સામે મુંબઇમાં બળદગાડા (bullock cart) પર વિરોધ કરી રહ્યા હતા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન અચાનક બળદગાડું તુટ્યું અને તેમાં સવાર તમામ કોંગ્રેસી નેતાઓ અને કાર્યકર્તાઓ નીચે પડી ગયા. જો કે આ અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા પહોંચી નથી.

ઔરંગાબાદમાં પણ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
આ અગાઉ કોંગ્રેસ સમિતિ દ્વારા 8 જુલાઈને ગુરુવારે ઔરંગાબાદમાં પણ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો (Fuel Price Hike) સામે વિરોધ દર્શાવ્યો હતો. આ દરમિયાન શહેરમાં કોંગ્રેસના કાર્યકરો ઉંટગાડી, બળદગાડા અને સાઇકલ પર સવાર થઈને આવ્યા હતા. કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શન (Protest of Congress) માં ભાગ લેનારા કાર્યકરોએ કહ્યું કે અમે કેન્દ્રને સંદેશ મોકલવા માંગીએ છીએ અને માંગ કરી રહ્યા છીએ કે પેટ્રોલ ડીઝલના વધેલા ભાવો તાત્કાલિક ઘટાડવામાં આવે.

મુંબઈમાં પેટ્રોલ રૂ.106.93 પર પહોચ્યું
10 જુલાઈને શનિવારે મુંબઇમાં પેટ્રોલ 106.93 રૂપિયા અને ડીઝલ રૂ.97.46 પર પ્રતિ લિટર થઈ ગયું છે. આ પહેલા બુધવાર અને ગુરુવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. શુક્રવારે ભાવ સ્થિર રહ્યો, પરંતુ શનિવારે ફરી એકવાર ભાવમાં વધારો થયો છે.

જુલાઈમાં અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં 6 વખત વધારો
જુલાઇમાં અત્યાર સુધીમાં પેટ્રોલના દરમાં છ વખત અને ડીઝલના દરમાં ચાર વાર વધારો કરવામાં આવ્યો છે.
આ અગાઉ જૂન મહિનામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 16 વખત વધારો કરવામાં આવ્યો હતો. મે મહિનામાં પણ ઇંધણની કિંમતોમાં 16 વાર વધારો કરવામાં આવ્યો હતો.

પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણી બાદ 4 મેથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ચૂંટણી દરમિયાન ઇંધણની કિંમતો સતત 18 દિવસ સ્થિર રહી હતી. ચૂંટણીના પરિણામો જાહેર થતાંની સાથે જ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવા લાગ્યાં.

આ પણ વાંચો : MUMBAI : જલ્દી જ શરૂ થશે લોકલ ટ્રેન, માત્ર આ લોકોને જ મળશે યાત્રા કરવાની છૂટ 

Published On - 6:51 pm, Sat, 10 July 21

Next Article