મહારાષ્ટ્રમાં શિવસેના સાથે કોંગ્રેસનું ગઠબંધન કરવામાં સોનિયા ગાંધીની કોઈ ખાસ ઈચ્છા નથી!

|

Nov 02, 2019 | 5:54 PM

મહારાષ્ટ્રની સત્તાનું સિકંદર કોણ બનશે, જે મામલે દિલ્હી, મુંબઈ અને નાગપુરમાં મનોમંથન ચાલી રહ્યું છે. ભાજપ અને શિવસેના વચ્ચે ખેંચતાણમાં કોંગ્રેસ મહારાષ્ટ્રમાં પોતાની સરકાર બનાવવાનો રસ્તો શોધી રહી છે. પરંતુ કોંગ્રેસે સરકાર બનાવવી હશે તો શિવસેનાને સાથે લેવી પડશે. એટલે એવી પાર્ટી જે હંમેશા તેની સામે પક્ષમાં રહી છે. શિવસેનાના સંસ્થાપક બાલા સાહેબ ઠાકરેએ પોતાના […]

મહારાષ્ટ્રમાં શિવસેના સાથે કોંગ્રેસનું ગઠબંધન કરવામાં સોનિયા ગાંધીની કોઈ ખાસ ઈચ્છા નથી!

Follow us on

મહારાષ્ટ્રની સત્તાનું સિકંદર કોણ બનશે, જે મામલે દિલ્હી, મુંબઈ અને નાગપુરમાં મનોમંથન ચાલી રહ્યું છે. ભાજપ અને શિવસેના વચ્ચે ખેંચતાણમાં કોંગ્રેસ મહારાષ્ટ્રમાં પોતાની સરકાર બનાવવાનો રસ્તો શોધી રહી છે. પરંતુ કોંગ્રેસે સરકાર બનાવવી હશે તો શિવસેનાને સાથે લેવી પડશે. એટલે એવી પાર્ટી જે હંમેશા તેની સામે પક્ષમાં રહી છે. શિવસેનાના સંસ્થાપક બાલા સાહેબ ઠાકરેએ પોતાના જીવનકાળમાં કોંગ્રેસ પર અનેક આકરા પ્રહારો કર્યા છે. જેને લઈને કોંગ્રેસ આવા કોઈ નિર્ણય લેવા પહેલા બધા પાંસા જોઈ રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

આ પણ વાંચોઃ એક નવેમ્બરથી ટ્રાફિકના નવા નિયમનો અમલ શરૂ, લોકો દેખાડી રહ્યા છે આ બહાના

શિવસેના સાથે દોસ્તી પર ચર્ચા પહેલા મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા કોંગ્રેસના અધ્યક્ષા સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. બાલા સાહેબના સમયથી શિવસેનાની રાજનીતિ જોનારા સોનિયા ગાંધી આવા ગઠબંધનથી કંઈ ખાસ ઉત્સાહી નથી. તેમણે પાર્ટીના નેતાઓને રાહ જોવાની નીતિ પર રહેવાનું કહ્યું છે.

શુક્રવારે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન અશોક ચૌહાણ અને પૃથ્વીરાજ ચૌહાણ, મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ બાલાસાહેબ થોરાટ, અને માનિક રાવ ઠાકરે મળવા પહોંચ્યા હતા. સવારના સમયે સોનિયા ગાંધી મુલાકાત કરી શક્યા ન હતા. જેને લઈને લાંબા વિરામ બાદ સાંજના સમયે મુલાકાત થઈ હતી. મુલાકાત દરમિયાન ભાજપ અને શિવસેના વચ્ચે શું ખીચડી પાકી રહી છે તેની જાણકારી સોનિયા ગાંધીને આપી હતી. સાથે સોનિયા ગાંધીને એ વાતથી પણ જાણકાર કરાયા હતા કે, ભાજપને સત્તાથી દૂર રાખવા જરૂર પડે તો કોંગ્રેસે શિવસેનાને સમર્થન આપવું જોઈએ.

Next Article