Gujarati NewsPoliticsCongress leader kapil sibal warns govt officials govt keep changing well keep an eye on you
રાફેલ મામલે કોંગ્રેસે હવે અપનાવ્યો ધાક ધમકીનો રસ્તો, ધ્યાન રાખજો અમે પણ સત્તામાં આવી શકીએ છીએ !
રાફેલ મામલે હવે કોંગ્રસ સહેજ પણ નમતું જોખવાના મૂળમાં નથી. કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે રાફેલ ડીલ પર નિયંત્રક તથા મહાલેખા પરીક્ષક (CAG) ની સંભાવિત રિપોર્ટને લઇને અધિકારીઓને ચેતવણી આપી છે, અધિકારીઓએ ધ્યાન રાખવું જોઇએ કે ચૂંટણી આવતી-જતી રહે છે. ક્યારે અમે વિપક્ષમાં હોઇએ છીએ અને ક્યારેક સત્તા પર. CAG સોમવારે રાફેલ લડાકુ વિમાન કરાર પર […]
રાફેલ મામલે હવે કોંગ્રસ સહેજ પણ નમતું જોખવાના મૂળમાં નથી. કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે રાફેલ ડીલ પર નિયંત્રક તથા મહાલેખા પરીક્ષક (CAG) ની સંભાવિત રિપોર્ટને લઇને અધિકારીઓને ચેતવણી આપી છે, અધિકારીઓએ ધ્યાન રાખવું જોઇએ કે ચૂંટણી આવતી-જતી રહે છે. ક્યારે અમે વિપક્ષમાં હોઇએ છીએ અને ક્યારેક સત્તા પર.
CAG સોમવારે રાફેલ લડાકુ વિમાન કરાર પર પોતાનો રિપોર્ટ રજૂ કરી શકે છે. આ રિપોર્ટને સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. આ વાતને લઇને સિબ્બલે કહ્યું કે, અમે એવા અધિકારીઓ પર નજર રાખી રહ્યાં છીએ, જે વધુ ઉત્સાહી છે અને પીએમ મોદી પ્રત્યે પોતાની વફાદારી સાબિત કરવાના પ્રયાસ કરી રહ્યાં છે.
3 વખત લગ્ન અને 5 બાળકોના પિતા ડોનાલ્ડ ટ્રમ્પનો આવો છે પરિવાર
રાફેલ ડીલ મામલે સિબ્બલે કહ્યું કે રાફેલ ડીલ વર્તમાન CAG રાજીવ મહર્ષિ નાણા સચિવ હતા ત્યારે થઇ હતી, જો કે આ એક ભ્રષ્ટ ડીલ છે તો તપાસ તો થવી જોઇએ. પરંતુ CAG પોતાના વિરૂધ્ધ જ તપાસ કેવી રીતે કરશે ? પહેલા તે પોતાને બચાવશે, ત્યારબાદ સરકારને, આ હિતોનો ટકરાવ છે.
આ ઉપરાંત અભિનેતા અમોલ પાલેકરની સ્પીચ અધવચ્ચે રોકી દેવા મામલે કોંગ્રેસ નેતાએ કહ્યું કે કોઇના વિરુદ્ધ દેશદ્રોહ થઇ જાય છે, તો કોઇને બોલવા નથી દેવામાં આવતા. આ ન તો નવું ભારત છે, ન તો દેશ બદલાઈ રહ્યો.