Congress માં ઘમાસાણ, કોંગ્રેસ નેતા Jairam Ramesh એ સોનિયા-રાહુલ પર સાધ્યું નિશાન, જાણો શું કહ્યું

|

Jun 17, 2021 | 9:01 PM

કોંગ્રેસ નેતા Jairam Rameshએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું, "અમે 2014 અને 2019 લોકસભાની ચૂંટણીઓમાં ખરાબ રીતે હાર્યા. અમારે અમારા ઘરમાં સુધારા કરવા પડશે.

Congress માં ઘમાસાણ, કોંગ્રેસ નેતા Jairam Ramesh એ સોનિયા-રાહુલ પર સાધ્યું નિશાન, જાણો શું કહ્યું
FILE PHOTO

Follow us on

ચૂંટણી હારવામાં પ્રખ્યાત થઇ ચુકેલી Congress માં ફરી ઘમસાણ સર્જાર્યું છે. થોડા દિવસ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કોંગ્રેસના નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યાં હતા. હવે કોંગ્રેસના બળવાખોર ગણાતા G22 નેતાઓમાંથી એક જયરામ રમેશ (Jairam Ramesh) એ પણ કોંગ્રેસના નેતૃત્વ પર સવાલો ઉઠાવતા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) અને રાહુલ ગાંધી (Rahul Gandhi) પર નિશાન સાધ્યું છે.

 

શું કહ્યું જયરામ રમેશે?
કોંગ્રેસ નેતા Jairam Ramesh એ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું, “અમે 2014 અને 2019 લોકસભાની ચૂંટણીઓમાં ખરાબ રીતે હાર્યા. અમારે અમારા ઘરમાં સુધારા કરવા પડશે. અમારે અમારું નેતૃત્વ ઠીક કરવું પડશે. સંવાદ બરાબર હોવો જોઈએ … નેતા પાસે જાદુઈ લાકડી હોતી નથી. આ બધું જ એક ટીમનો પ્રયાસ છે.”

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અહી ટીમ એટલે જયરામ રમેશનો નિર્દેશ G22 નેતાઓ તરફ છે. ગયા વર્ષે Congress પાર્ટીના 23 નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખી વહેલી તકે સંગઠન ચૂંટણી કરવાની માંગ કરી હતી, જેને રાજકીય વર્તુળોમાં G23 નામ આપવામાં આવ્યું હતું. તાજેતરમાં જિતિન પ્રસાદ (Jitin Prasada) ભાજપમાં જોડાયા બાદ આ જૂથમાં 22 નેતાઓ રહ્યાં છે.

અગાઉ આ નેતાઓએ પણ નિવેદનો આપ્યા
કોંગ્રેસ નેતા Jairam Ramesh એ એમ પણ કહ્યું હતું કે આગામી ચૂંટણી પૂર્વે કોંગ્રેસ પાર્ટીએ સમાન વિચારધારાવાળી પાર્ટીઓને સાથે લેવી પડશે. અગાઉ કપિલ સિબ્બલ, ગુલામ નબી આઝાદ જેવા વરિષ્ઠ નેતાઓ પણ વહેલી તકે સંગઠનની ચૂંટણીઓ અને પૂર્ણ સમય માટેના પ્રમુખની માંગ કરી ચૂક્યા છે. પક્ષે તાજેતરમાં કોરોના મહામારીને કારણે સંગઠનની ચૂંટણીઓ મુલતવી રાખી છે.

સિંધિયા-જતિન પર કર્યા પ્રહારો
તાજેતરના સમયમાં Congress પાર્ટી છોડનારા નેતાઓ જ્યોતિરાદિત્ય સિંધિયા અને જતિન પ્રસાદ પર પ્રહાર કરતા Jairam Ramesh એ કહ્યું કે, જે યુવાનોએ પાર્ટી છોડી દીધી છે તેઓને જન્મથી વિશેષાધિકાર પ્રાપ્ત છે. તેમને પાર્ટીમાં સારા પદ મળ્યા છે. અમને છોડનારા દરેક સિંધિયા માટે કોંગ્રેસના હજારો કાર્યકરો પાર્ટી માટે લડ્યા હતા.તેમણે કહ્યું કપડા બદલો એમ પાર્ટી ન બદલી શકાય.

Next Article