મોદીની મહિમા આગળ કોંગ્રેસ ઢેર, ફરી લીધો આત્મઘાતી નિર્ણય થઈ જશે જનતાથી દુર
લોકસભા ચૂંટણીમાં મળેલી હાર પછી કોંગ્રેસમાં આત્મમંથનની પ્રક્રિયા ચાલુ છે. એક બાજુ રાહુલ ગાંધી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવા ઈચ્છે છે તો કોંગ્રેસ બીજી બાજુ જનતાથી દુર થવા જઈ રહી છે. કોંગ્રેસે તેમના બધા જ પ્રવક્તાઓને કોઈ પણ ટીવી ડિબેટમાં સામેલ નહી થવાનો આદેશ આપ્યો છે. Web Stories View more 23 વર્ષની ઉંમરે […]
લોકસભા ચૂંટણીમાં મળેલી હાર પછી કોંગ્રેસમાં આત્મમંથનની પ્રક્રિયા ચાલુ છે. એક બાજુ રાહુલ ગાંધી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવા ઈચ્છે છે તો કોંગ્રેસ બીજી બાજુ જનતાથી દુર થવા જઈ રહી છે. કોંગ્રેસે તેમના બધા જ પ્રવક્તાઓને કોઈ પણ ટીવી ડિબેટમાં સામેલ નહી થવાનો આદેશ આપ્યો છે.
પાર્ટીના સુત્રોનું કહેવુ છે કે અત્યારે હાલમાં જ હાર થઈ છે. ત્યારે ટીવી ડિબેટમાં જઈને તરત જ મોદી સરકારની વિરૂધ્ધ બોલવા પર જનતાને પસંદ નહી આવે, તેથી નવો આદેશ આપતા કોંગ્રેસના મીડિયા ઈન્ચાર્જ રણદીપ સિહં સુરજેવાલાએ ટ્વિટ કરીને કહ્યું કે કોંગ્રેસે એક મહિના માટે ટીવી ડિબેટમાં પ્રવક્તાઓને ના મોકલવાનો નિર્ણય લીધો છે. બધી જ મીડિયા ચેનલો અને સંપાદોકોને વિનંતી છે કે તે તેમના શોમાં કોંગ્રેસના પ્રતિનિધીઓને ના બોલાવે.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે ઘણી મીડિયા મોદી સરકારનો પક્ષ લે છે, ત્યારે એવામાં ડિબેટમાં જવુ અને ત્યાં ખોટા સાબિત કરવા કોઈ ફાયદાની વાત નથી. તેની સાથે જ ડિબેટમાં ખેડૂત, રોજગાર, ગરીબ અને મોદીના વાયદાઓ પર થતી નથી.
.@INCIndia has decided to not send spokespersons on television debates for a month.
All media channels/editors are requested to not place Congress representatives on their shows.
— Randeep Singh Surjewala (@rssurjewala) May 30, 2019
આ પણ વાંચો: હવે મિલીટ્રી અધિકારીઓને મોંઘી ગાડીઓ પર નહી મળે ડિસ્કાઉન્ટ
પ્રવક્તાઓની પાસે રાહુલ ગાંધીના રાજીનામા અંગના પ્રશ્નોના જવાબ પણ નથી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં મોટા ભાગના નેતાઓએ રાજીનામું આપવાની જાહેરાત કરી છે પણ કોંગ્રેસે રાજીનામું સ્વીકાર્યુ નથી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]