‘પુલવામા હુમલા બાદ PM મોદી શૂટિંગમા વ્યસ્ત હતા’ કોંગ્રેસના આ આરોપ પર હવે અમિત શાહે કર્યો ખુલાસો

|

Feb 21, 2019 | 10:17 AM

પુલવામા હુમલા પર રાજકારણ હવે ગરમાયું છે. કોંગ્રેસે ગુરૂવારે આરોપ લગાવ્યો કે પુલવામા હુમલા બાદ દેશ જ્યારે શોકમાં ગરકાવ હતો ત્યારે વડાપ્રધાન મોદી જિમ કોર્બટ પાર્કમાં ફિલ્મના શૂટિંગમા વ્યસ્ત હતા. આ નિવેદન પર હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતા શાહે પલટવાર કર્યો છે. અમિત શાહે કહ્યું છે કે જે દિવસે પુલવામાની દુર્ઘટના ઘટી, ત્યારે વડાપ્રધાન મોદી […]

પુલવામા હુમલા બાદ PM મોદી શૂટિંગમા વ્યસ્ત હતા કોંગ્રેસના આ આરોપ પર હવે અમિત શાહે કર્યો ખુલાસો

Follow us on

પુલવામા હુમલા પર રાજકારણ હવે ગરમાયું છે. કોંગ્રેસે ગુરૂવારે આરોપ લગાવ્યો કે પુલવામા હુમલા બાદ દેશ જ્યારે શોકમાં ગરકાવ હતો ત્યારે વડાપ્રધાન મોદી જિમ કોર્બટ પાર્કમાં ફિલ્મના શૂટિંગમા વ્યસ્ત હતા.

આ નિવેદન પર હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતા શાહે પલટવાર કર્યો છે. અમિત શાહે કહ્યું છે કે જે દિવસે પુલવામાની દુર્ઘટના ઘટી, ત્યારે વડાપ્રધાન મોદી એક કાર્યક્રમમાં હતા. આ બાબતને ખોટો મુદ્દો બનાવાઈ રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસે જેટલા આરોપ લગાવવા હોય તેટલા લગાવી લે.

કોંગ્રેસના આરોપો પર ભાજપનો પલટવાર

આંધ્ર પ્રદેશમાં શક્તિ કેન્દ્ર પ્રમુખ સંમેલનમાં નિવેદન આપતા અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી 24 કલાકમાંથી 18 કલાક કામ કરનાર વ્યક્તિ છે. તેમના પર દેશની સુરક્ષાને લઈને કોંગ્રેસે લગાવેલા આરોપોની દેશની જનતા પર કોઈ અસર નહીં થાય.

ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો ઉપયોગ
Video : 'ચાંદ સિફારીશ' ગીત પર છોકરીએ કર્યો અદભૂત ક્લાસિકલ ડાન્સ

અમિત શાહે કોંગ્રેસે પર હુમલો બોલાવતા કહ્યું કે જે કાશ્મીરના કારણે પાકિસ્તાન આવા આતંકી હુમલાઓ કરાવી રહ્યું છે તે કાશ્મીરની સમસ્યાના જનક પંડિત નેહરૂ છે જેના કારણે આજે કાશ્મીર ફસાયેલું છે. અમિત શાહે કહ્યું કે જો સરદાર પટેલ દેશના વડાપ્રધાન હોત તો દેશમાં આજે કાશ્મીરની સમસ્યા ન સર્જાત.

તમને જણાવી દઈએ કે કોંગ્રેસે આજે મોદી સરકાર પર ઘણાં સવાલો ઉભા કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું, વડાપ્રધાન મોદીએ જવાનોની શહાદત બાદ રાષ્ટ્રીય શોકની જાહેરાત ન કરી જેથી સરકારી ખર્ચ પર થનારી રાજનૈતિક સભા રોકાઈ ન જાય. જ્યારે શહીદોના શબ દિલ્હી એરપોર્ટ પર હતા, ત્યારે વડાપ્રધાન મોદી મોડા આવ્યા. ઝાંસીથી પહેલા તેઓ પોતાના ઘરે સીધા ગયા, એરપોર્ટ પર નહીં.

કોંગ્રેસે વધુમાં એવા સવાલ પણ ઉઠાવ્યા કે આખરે આતંકવાદીઓને આટલા મોટા પ્રમાણમાં RDX અને રોકેટ લોન્ચર કેવી રીતે મળ્યું? હુમલાના 48 કલાક પહેલા જૈશ-એ-મોહમ્મદે વીડિયો જાહેર કરીને ચેતવણી પણ આપી હતી. 8 ફેબ્રુઆરીએ પણ એક ગુપ્તચર રિપોર્ટ આવ્યો હતો. આ ચેતવણીઓને કેમ નજરઅંદાજ કરવામાં આવી?

[yop_poll id=1663]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article