કોરોનાથી વધુ મતની ચિંતા: ચૂંટણીના કાર્યક્રમોમાં વ્યસ્ત યોગી અને મમતાએ PMની મિટિંગમાં ભાગ ના લીધો

|

Mar 17, 2021 | 3:38 PM

પીએમ મોદીએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓની બેઠકો યોજી હતી. જો કે ચૂંટણી કાર્યક્રમોના કારણે પશ્ચિમ બંગાળની સીએમ મમતા બનર્જી અને UP ના મુખ્યમંત્રી યોગી એ હાજરી આપી નહીં.

કોરોનાથી વધુ મતની ચિંતા: ચૂંટણીના કાર્યક્રમોમાં વ્યસ્ત યોગી અને મમતાએ PMની મિટિંગમાં ભાગ ના લીધો
નેતા વ્યસ્ત, કોરોના મસ્ત

Follow us on

દેશના અનેક રાજ્યોમાં એકવાર ફરીથી કોરોનાના વધતા જતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓની બેઠકો યોજી હતી. જો કે આ મિટિંગમાં પશ્ચિમ બંગાળની સીએમ મમતા બનર્જીએ હાજરી આપી નહીં. ટી.એમ.સી. સૂત્રોના જણાવ્યા અનુસાર પહેલાથી આયોજિત ચૂંટણી કાર્યક્રમોના કારણે મમતા PM સાથે મુખ્યમંત્રીઓની મિટિંગમાં હાજરી ના આપવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ આસામમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે અને બેઠકથી દૂર. પીએમ નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના રસીકરણ અભિયાનની પ્રગતિ વિશે અને કોરોનાના વધતા જતા કેસોની ચર્ચા કરવા આ બેઠક બોલાવી છે.

મમતા બેનર્જી હંમેશાં પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ પર ખુલ્લેઆમ બોલતા રહે છે. હાલમાં પશ્ચિમ બંગાળના રાજ્યમાં 8 તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. આ દરમિયાન મમતા બેનર્જી રેલીઓ પણ કરી રહી છે. 10 માર્ચે નંદીગ્રામ સીટ પરથી ઉમેદવારી નોંધાવ્યા બાદ તે સાંજે ઘાયલ થયા હતા. આ બાદ તેમને કોલકાતાની એસએસકેએમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. અહીં તેમણે પગમાં પ્લાસ્ટર લગાવવામાં આવ્યું હતું. પરંતુ તે બાદ પણ મમતા બેનરજી ચૂંટણીના કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યા છે. તેઓ 15 મી તારીખથી સતત રેલીઓ કરે છે. આટલું જ નહીં, બુધવારે ટીએમસીનો મેનિફેસ્ટો પણ જાહેર થયો છે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

 

 

મમતા બેનર્જી અને યોગી આદિત્યનાથ ઉપરાંત કોંગ્રેસ શાસિત રાજ્ય છત્તીસગના સીએમ ભૂપેશ બઘેલ પણ આ બેઠકમાં ભાગ લઈ રહ્યા નથી. જો કે તેમનું મિટિંગથી દૂર રહેવાનું કારણ જાહેર થયું નથી. છત્તીસગ દેશના એક એવા રાજ્યોમાં છે જ્યાં ભૂતકાળમાં કોરોનાના કેસોમાં તેજી જોવા મળી હતી. રાજ્યના મુખ્ય સચિવ મમતા બેનર્જીની જગ્યાએ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મમતાનું આ મીટીંગમાં ના જોડાવું ચૂંટણીનો મુદ્દો બની શકે છે.

Next Article