સીએમ શિવરાજ સિંહે કહ્યું: મધ્યપ્રદેશમાં પ્રેમ તો ચાલશે, પરંતુ જેહાદ નહીં ચલાવી લેવામાં આવે

|

Mar 10, 2021 | 3:21 PM

મધ્યપ્રદેશ વિધાનસભામાંથી પસાર થયેલ મધ્યપ્રદેશ ધાર્મિક સ્વતંત્રતા બિલ 2021 બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે એમપીમાં પ્રેમ ચાલશે, જેહાદ નહીં.

સીએમ શિવરાજ સિંહે કહ્યું: મધ્યપ્રદેશમાં પ્રેમ તો ચાલશે, પરંતુ જેહાદ નહીં ચલાવી લેવામાં આવે
શિવરાજ સિંહ ચૌહાણ, મુખ્યપ્રધાન, મધ્યપ્રદેશ

Follow us on

મધ્યપ્રદેશમાં ફરજિયાત કે છેતરપિંડીથી ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મૂકતા કાયદા બાદ બીજા દિવસે મંગળવારે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે રાજ્યમાં પ્રેમ તો ચાલી શકે છે, પરંતુ જેહાદ કોઈ પણ કિંમતે નહીં ચલાવી લેવામાં.

શિવરાજસિંહ ચૌહાણે એક કાર્યક્રમમાં કહ્યું કે અમે સોમવારે વિધાનસભામાં ધાર્મિક સ્વતંત્રતાનું બિલ પસાર કર્યું છે. જો કોઈ વ્યક્તિ ખોટા ઇરાદાઓ, ભય અને પ્રલોભન દ્વારા દીકરીઓનું જીવન બરબાદ કરવાનો પ્રયાસ કરે છે, તો હું તે વ્યક્તિને આખી જીંદગી જેલમાં મોકલીશ.

તેમણે કહ્યું કે હવે મધ્યપ્રદેશની ધરતી પર પ્રેમ તો ચાલી શકે છે, પરંતુ જેહાદ કોઈ પણ કિંમતે નહીં ચાલે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

નોંધપાત્ર વાત એ છે કે વિધાનસભામાંથી પસાર થયેલ મધ્યપ્રદેશ ધાર્મિક સ્વતંત્રતા બિલ 2021, કોઈ કપટી રીતથી લગ્નમાં ધર્મપરિવર્તન કરવા પર વધુમાં વધુ 10 વર્ષ કેદની સજા અને એક લાખ રૂપિયા સુધીની દંડની જોગવાઈ છે.

આ ઉપરાંત મુખ્યમંત્રીએ રાજ્યમાં વધી રહેલા કોરોના અને તેમાં વધુ પ્રભાવિત ઇન્દોર જિલ્લા વિષે ચિંતા વ્યક્ત કરી હતી. તાજેતરમાં ત્યાં વાયરસનું બ્રિટિશનું સ્વરુઓ છ લોકોમાં મળ્યું છે. ચૌહાણે જણાવ્યું હતું કે પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો ચેપ વ્યાપક છે. ઈન્દોર, મધ્યપ્રદેશની વ્યાપારી રાજધાની છે, તે ખાસ કરીને મુંબઇ સાથે સંકળાયેલું છે. તેથી હું તમને ડરાવી રહ્યો નથી. પણ હું જરા ચિંતિત છું.

મુખ્યમંત્રીએ ઈન્દોરના લોકોને માસ્ક પહેરવા અને મહામારી વધુ ન થાય તે માટેના તમામ સૂચનોનું પાલન કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે હું ઈચ્છતો નથી કે ઈન્દોરમાં લોકડાઉન જેવી પરિસ્થિતિને મંજૂરી આપવામાં આવે. ચૌહાણે શહેરના સર્વોચ્ચ ક્ષેત્રના માધવ સૃષ્ટિ ચમેલી દેવી અગ્રવાલ મેડિકલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ નેતા સુરેશ સોની પણ હાજર હતા.

Published On - 2:21 pm, Wed, 10 March 21

Next Article