LJP વિવાદ : ચિરાગ પાસવાને ખેલ્યુ ઇમોશનલ કાર્ડ, બિહારમાં 5 જુલાઇથી આશીર્વાદ યાત્રાનું આયોજન

|

Jun 20, 2021 | 4:52 PM

બિહાર( Bihar)ના રાજકારણમાં એલજેપી(LJP)માં ચાલી રહેલો વિવાદ હજુ શમ્યો નથી. જેમાં કાકા પશુપતિ કુમાર પારસ સહિત ઘણા નેતાઓના બળવાનો સામનો કરી રહેલા એલજેપી નેતા ચિરાગ પાસવાને (Chirag Paswan)હવે ભાવનાત્મક કાર્ડ ખેલ્યુ છે.

LJP વિવાદ :  ચિરાગ પાસવાને  ખેલ્યુ ઇમોશનલ કાર્ડ, બિહારમાં 5 જુલાઇથી આશીર્વાદ યાત્રાનું આયોજન
ચિરાગ પાસવાને ખેલ્યુ ઇમોશનલ કાર્ડ

Follow us on

બિહાર( Bihar) ના રાજકારણમાં એલજેપી(LJP)માં ચાલી રહેલો વિવાદ હજુ શમ્યો નથી. જેમાં કાકા પશુપતિ કુમાર પારસ સહિત ઘણા નેતાઓના બળવાનો સામનો કરી રહેલા એલજેપી નેતા ચિરાગ પાસવાને (Chirag Paswan)હવે ભાવનાત્મક કાર્ડ ખેલ્યુ છે. થોડા દિવસો પહેલા ચિરાગ પાસવાને કહ્યું હતું કે પિતાના અવસાન પછી તે અનાથ બન્યો નથી. પરંતુ તેને કાકાને સાથે રાખ્યા બાદ જે થયું તેનાથી તે અનાથ થયો છે.

જેના પગલે હવે ચિરાગ પાસવાન(Chirag Paswan)5 જુલાઈ 2021 થી આખા બિહારમાં આશિર્વાદ યાત્રા નિકાળશે તેવી જાહેરાત કરી છે. આ દિવસ તેમના પિતા રામ વિલાસ પાસવાનની જન્મજયંતિ પણ છે. ચિરાગે આ જાહેરાત રાષ્ટ્રીય કારોબારીની બેઠક બોલાવીને બગાવતી વલણ અપનાવનારા કાકા પશુપતિ કુમાર પારસને ટાંકીને કરી છે.

5 જુલાઇએ હાજીપુરથી આશીર્વાદ યાત્રા

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

ચિરાગ પાસવાને(Chirag Paswan) કહ્યું, ‘મારા પિતાની જન્મજયંતિ 5 જુલાઇએ છે. મારા પિતા અને કાકા હવે મારી સાથે નથી. તેથી જ અમે 5 જુલાઇએ હાજીપુરથી આશીર્વાદ યાત્રા નિકાળવાનો નિર્ણય લીધો છે. આ યાત્રા બિહારના તમામ જિલ્લાઓમાંથી પસાર થશે. અમને લોકોના પ્રેમ અને આશીર્વાદની જરૂર છે.

રામવિલાસ પાસવાનને ભારત રત્ન એવોર્ડ આપવાની માંગ

એલજેપી(LJP)ની રાષ્ટ્રીય કારોબારીની બેઠક અંગે ચિરાગે કહ્યું કે, ‘બેઠકમાં પાર્ટીના મોટાભાગના સભ્યો હાજર હતા. તેમજ સભ્યોએ એ પક્ષમાંથી હાંકી કાઢવામાં આવેલા સભ્યો દ્વારા પ્રતીકોના ઉપયોગની નિંદા કરી. આ ઉપરાંત તમામ સભ્યોએ સર્વસંમતિથી રામવિલાસ પાસવાનને ભારત રત્ન એવોર્ડ આપવાની માંગ કરી હતી.

આ ઉપરાંત બિહારની અંદર રામ વિલાસ પાસવાનની પ્રતિમા સ્થાપિત કરવા માટેનો એક ઠરાવ પણ બેઠકમાં પસાર કરવામાં આવ્યો હતો. સભામાં લીધેલા નિર્ણયોથી સ્પષ્ટ છે કે ચિરાગે લોકોના આશીર્વાદ રૂપે બળવાને ખાળવાનો ઉપાય શોધ્યો છે.નિષ્ણાતો કહે છે કે આ રીતે તે પોતાની જાતને તેના પિતાના વારસાના હકદાર તરીકે સ્થાપિત થવામાં સમર્થ બનશે.

પશુપતિ કુમાર પારસની ચૂંટણી ગેરબંધારણીય

ઉલ્લેખનીય છે કે, બળવાખોર સાંસદો અને અન્ય નેતાઓએ ચિરાગ પાસવાનને રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી હટાવ્યા હતા અને પશુપતિ કુમાર પારસને આ જવાબદારી મળી છે. બીજી તરફ ચિરાગ પાસવાનનું કહેવું છે કે રાષ્ટ્રિય પ્રમુખ પદ માટે કાકા પશુપતિ કુમાર પારસની ચૂંટણી ગેરબંધારણીય છે. આ સિવાય તેમણે સંસદીય પક્ષના નેતા તરીકે તેમની હટાવવાનો પણ પડકાર ફેંક્યો છે.

Published On - 4:49 pm, Sun, 20 June 21

Next Article