ચાઈનીઝ એપ ટીકટોક અને હેલોને લાગ્યો ભારત સરકાર તરફથી ઝટકો, સરકારી ઈમેઈલમાં બંને એપને પ્રમોટ કરવાનું બંધ કરાયું

|

Sep 28, 2020 | 12:04 PM

દેશભરમાં ચાલી રહેલા બોયકોટ ચાઈના કેમ્પેનમાં ભારત સરકાર પણ જોડાઈ છે અને તેણે વડાપ્રધાનની મનની વાત માટે કરવામાં આવતા ઈ-મેઈલ પરથી ચાઈનીઝ એપ્લીકેશનનો લોગો હટાવી દીધો છે. જણાવવું રહ્યું કે સરકારે ટીકટોક અને હેલો જેવી ચાઈનીઝ એપ્લિકેશનનો લોગો લગાડીને sampark.gov.in થી કરોડો લોકોને ઈ-મેઈલ કર્યા હતા. એપ્રિલ 2020નાં સમયગાળામાં સરકારનાં પ્રમોશનલ એક્ટીવીટી ઈમેઈલ્સમાં હેલો અને […]

ચાઈનીઝ એપ ટીકટોક અને હેલોને લાગ્યો ભારત સરકાર તરફથી ઝટકો, સરકારી ઈમેઈલમાં બંને એપને પ્રમોટ કરવાનું બંધ કરાયું
http://tv9gujarati.in/chinese-app-tikt…ro-kajvanu-bandh/

Follow us on

દેશભરમાં ચાલી રહેલા બોયકોટ ચાઈના કેમ્પેનમાં ભારત સરકાર પણ જોડાઈ છે અને તેણે વડાપ્રધાનની મનની વાત માટે કરવામાં આવતા ઈ-મેઈલ પરથી ચાઈનીઝ એપ્લીકેશનનો લોગો હટાવી દીધો છે. જણાવવું રહ્યું કે સરકારે ટીકટોક અને હેલો જેવી ચાઈનીઝ એપ્લિકેશનનો લોગો લગાડીને sampark.gov.in થી કરોડો લોકોને ઈ-મેઈલ કર્યા હતા. એપ્રિલ 2020નાં સમયગાળામાં સરકારનાં પ્રમોશનલ એક્ટીવીટી ઈમેઈલ્સમાં હેલો અને ટીકટોકને પ્રમોટ કરવાનું શરૂ કર્યું હતું. 18 એપ્રિલ 2020નાં રોજ કરોડો ભારતીયોને આરોગ્ય સેતુ એપ્લિકશનને લઈને ઈ મેઈલ કરવામાં આવ્યો હતો જેમાં પ્રથમ વાર ટીકટોક અને હેલોને પ્રમોટ કરવામાં આવી હતી. ત્યારબાદ 30 મે 2020નાં રોજ ફરીથી સરકારે કરોડો લોકોને ઈ-મેઈલ કરીને 31 મે નાં રોજ થવા વાળી વડાપ્રધાનની મનની વાત માટે પ્રમોશન કર્યું જો કે તેમાંથી ચાઈનીઝ એપ્લિકેશનો લોગો ગાયબ હતો. આ એ દોર છે કે જેમાં દેશવાસીઓમાં બોયકોટ ચાઈનીઝ પ્રોડક્ટનું ઝનૂન સવાર છે. મોડે મોડે પણ સરકારને પોતાની જાણે અજાણ્યેની ભૂલને સુધારવાનો મોકો મળી ગયો અને હવે તેણે પોતાનાં અધિકૃત ઈમેઈલમાંથી મોકલાતા સ્પોન્સર મેઈલમાંથી ચાઈનીઝ એપ્લિકેશનના લોગો હટાવી જ દીધો. જણાવવું રહ્યું કે સરકાર પોતાના આ નિર્ણય પર અડગ રહ્યું છે અને 30 મે 2020થી લઈ આજની તારીખ સુધીમાં 15 કરતા વધારે ઈ-મેઈલ મોકલવામાં આવ્યો છે તેમા પણ બંને એપ્લિકેશનનાં લોગો જોવા નથી મળ્યા.

સરકારે 24 એપ્રિલ, 1 મે, 8 મે , 16 મે અને પછી 23 મે નાં રોજ મોકલેલા ઈ-મેઈલ્સમાં ચાઈનીઝ એપ્લિકેશનને પહેલી વાર પ્રોમોટ કરવામાં કરવામાં આવ્યું હતું. જો કે મે મહિનાનાં અંતમાં દેશભરમાં વિવાદ છેડાઈ ગયો કે સરકાર એક તરફ આત્મિર્ભરની વાતો કરે છે અને બીજી તરફ સરકાર જ ચાઈનીઝ એપ્લિકેશનને પ્રમોટ કરી રહી છે. હાલનાં સમયે સરકારે ઈ-મેઈલથી ચાઈનીઝ એપ્લિકેશનનું પોતાના પર બ્રાન્ડીંગ ભલે બંધ કરી દીધુ હોય પણ ટીકટોક પર તેની ઉપસ્થિતિ આંખે ઉડીને વળગે તેવી છે. જો કે જે રીતે સરકારે આત્મનિર્ભર ભારત, વોકલ ટુ લોકલ જેવા અભિયાનને વેગવંતુ બનાવ્યું છે ત્યારે સરકાર પણ ચાઈનીઝ એપ્લિકેશન પર થી પોતાની હાજરીને દુર કરી શકે છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

સરકારે કરેલા ઈ-મેઈલ કે જેમાં ચાઈનીઝ એપ્લિકેશનનું બ્રાન્ડીંગ કરવામાં આવ્યું

18 એપ્રિલ- કોવીડ 19થી બચવા અને પોતાની જાતને બચાવવા માટે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરો

24 એપ્રિલ- 70 કરોડ લોકો માટે સેતુ બોડીગાર્ડ છે, એપ ડાઉનલોડ કરો

25 એપ્રિલ અને 26 એપ્રિલ- મનની વાતમાં જોડાઓ કે જેમાં પ્રમોશન નોહતું કરાયું

1-મે નાં રોજ કોરોના સામે લડવા આરોગ્ય સેતુ ડાઉનલોડ કરો

8-મે નાં રોજ બોડીગાર્ડ સેતુ માટે 1921 થી ડાયલ કરીને કનેક્ટ રહો

16-મે નાં રોજ 20 લાખ કરોડનાં આત્મનિર્ભર ભારત પેકેજમાં જાણો તમારા માટે શું છે?

એટલે કે માત્ર તાજેતરનાં મનની વાતનાં બે ઈમેઈલથી સરકારે ચાઈનીઝ એપ થી અંતર બનાવવાની શરૂઆત કરી દીધી છે.

Published On - 10:16 am, Sat, 27 June 20

Next Article