ચીન મુદ્દે વડાપ્રધાને બોલાવેલી તમામ પક્ષો સાથેની બેઠક પૂર્ણ, મમતા બેનર્જીએ કહ્યું ચીનને ટેલીકોમ અને એવિએશન સેક્ટરમાં પ્રવેશ ન આપો, સોનીયા ગાંધીનો સરકારને સવાલ, ઈન્ટેલિજન્સ રીપોર્ટ મળ્યો નહોતો?

|

Jun 19, 2020 | 2:48 PM

ચીન સાથે ચાલી રહેલા તણાવ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ઓલ પાર્ટી મીટિંગ યોજાઈ કે જેમાં  20 મુખ્ય પાર્ટીના નેતાઓએ ભાગ લઈને પોતાના વિચારો રજુ કર્યા હતા.  બેઠકની શરૂઆતમાં સૌથી પહેલા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કોંગ્રેસ તરફથી સોનિયા ગાંધી અને TMC તરફથી મમતા બેનર્જી  આ બેઠકમાં સામેલ થયા હતા જ્યારે કે  આમ […]

ચીન મુદ્દે વડાપ્રધાને બોલાવેલી તમામ પક્ષો સાથેની બેઠક પૂર્ણ, મમતા બેનર્જીએ કહ્યું ચીનને ટેલીકોમ અને એવિએશન સેક્ટરમાં પ્રવેશ ન આપો, સોનીયા ગાંધીનો સરકારને સવાલ, ઈન્ટેલિજન્સ રીપોર્ટ મળ્યો નહોતો?
http://tv9gujarati.in/chin-mudde-sarva…r-ne-karya-saval/

Follow us on

ચીન સાથે ચાલી રહેલા તણાવ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ઓલ પાર્ટી મીટિંગ યોજાઈ કે જેમાં  20 મુખ્ય પાર્ટીના નેતાઓએ ભાગ લઈને પોતાના વિચારો રજુ કર્યા હતા.  બેઠકની શરૂઆતમાં સૌથી પહેલા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કોંગ્રેસ તરફથી સોનિયા ગાંધી અને TMC તરફથી મમતા બેનર્જી  આ બેઠકમાં સામેલ થયા હતા જ્યારે કે  આમ આદમી પાર્ટીને આમંત્રણ નહોતું આપવામાં આવ્યું . ન્યૂઝ એજન્સી  ANIના સૂત્રો અુસાર 4 ક્રાઇટેરિયાના આધારે ઓલ પાર્ટી મીટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. પહેલો- દરેક નેશનલ પાર્ટી. બીજો- જે પાર્ટીઓના લોકસભામાં 5 સાંસદ છે. ત્રીજો- નોર્થ ઇસ્ટની મુખ્ય પાર્ટીઓ.  ચોથો- જે પાર્ટીના નેતા કેન્દ્રીય કેબિનેટમાં સામેલ છે. તેના આધારે 20 પાર્ટી આજની મીટિંગમાં સામેલ થયા હતા.

          આ બેઠકમાં સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રશ્ન ક્યો હતો કે શું સરકારને ચીની ઘુસણખોરોની સેટેલાઈટ ઈમેજ મળી ન હતી?શું ઇન્ટેલિજન્સનો રિપોર્ટ આવ્યો ન હતો? સરહદ પર જે તણાવભરી સ્થિતિ છે તે અંગે સરકારે વિપક્ષને જણાવવું જોઈએ. તો મમતા બેનર્જીએ કહ્યું હતું કે ચાઈનાને ટેલીકોમ, રેલવે અને એવિએશન સેક્ટરમાં પ્રવેશવા નહી દેવું જોઈએ. JDU ચીફ નીતિશ કુમારે કહ્યું કે ચાઈના સામે ભારતભરમાં રોષ છે તેવા સમયે તમામ પાર્ટીઓએ એક થવું જરૂરી છે. ચાઈનાને આપણે માન આપીએ છે પણ તેણે શું કર્યું? ચાઈનાથી આવી રહેલા માલસામાન ટકાઉ નથી હોતા અને તે ભારતનાં મોર્કેટમાં ઠલવાઈ રહ્યા છે ત્યારે બધાએ એક થઈને કેન્દ્રને સપોર્ટ કરવાની જરૂર છે. તો NCP ચીફ અને પૂ્ર્વ ડિફેન્સ મિનિસ્ટર શરદ પવારે કહ્યું હતું કે સૈનિકો પાસે શસ્ત્રો હતો કે કેમ તે આંતરરાષ્ટ્રીય સંધી મુજબનો વિષય છે અને આવા સંવેદનશીલ મુદ્દે સવાલોથી દુર રહેવું જોઈએ.

                    આ બેઠકમાં વડાપ્રધાન મોદી એ કહ્યું હતું કે શાંતિની સાથે સાથે અમે જવાબ આપવામાં પણ સક્ષમ છે. જો કોઇ ઉશ્કેરણી કરશે તો જવાબ આપવામા પણ સક્ષમ છીએ. અમને શહીદો પર ગર્વ છે કે તેઓ મારતા મારતા શહીદ થયા. સીમાઓની સુરક્ષા કરવાથી અમને કોઇ નહીં રોકી શકે અને તેના વિશે કોઇને જરાય શંકા હોવી જોઇએ નહીં.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

                    ઓલ પાર્ટી મિટિંગ મિટિંગ પહેલા પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાક્યુદ્ધ ચાલતુ જ રહ્યું હતું . કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગુરૂવારે સવાલ કર્યો હતો કે જવાનોને હથિયાર વિના શહીદ થવા માટે શા માટે મોકલ્યા. તેના માટે કોણ જવાબદાર છે ? ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ જવાબ આપ્યો- રાહુલ ગાંધી દેશને ભ્રમિત કરવાનું રાજકારણ બંધ કરે. વડાપ્રધાને ઓલ પાર્ટી મીટિંગ બોલાવી છે તેમ છતા રાહુલ ગાંધીને ધીરજ નથી. તેમને કોંગ્રેસે ચીન સાથે કરેલા કરારોને સમજવા જોઇએ. જો તેમને માહિતી ન હોય તો ઘરે બેસીને અમુક પુસ્તકો વાંચી લે.

Next Article