ચીન મુદ્દે ભજ્જીનાં એલાનથી મચી ગયો હાહાકાર, વીરૂથી લઈ વિરાટ સુધીનાં બધા પર વધ્યું દબાણ, તો BCCI પડી ગઈ મુસીબતમાં

|

Jun 20, 2020 | 12:07 PM

બોયકોટ ચાઈના કેમ્પેઈનમાં દેશભરનાં લોકો જુસ્સાભેર જોડાઈ રહ્યા છે તે વચ્ચે અગત્યના અને મોટા સમાચાર એ આવી રહ્યા છે કે ભારતનાં સ્ટાર ખેલાડી અને પોતાની દેશદાઝ માટે આગવી ઓળખ ધરાવનારા હરભજનસિંહે પણ હવે બોયકોટ ચાઈના કેમ્પેઈનમાં ઝંપલાવ્યું છે. એક ખાનગી મેગેઝીન સાથે કરેલી વાત મુજબ ભજ્જીએ સ્પસ્ટ રીતે કહ્યું હતું કે તે હવેથી કોઈ પણ […]

ચીન મુદ્દે ભજ્જીનાં એલાનથી મચી ગયો હાહાકાર, વીરૂથી લઈ વિરાટ સુધીનાં બધા પર વધ્યું દબાણ, તો BCCI પડી ગઈ મુસીબતમાં
http://tv9gujarati.in/chin-mudde-bhajj…sudhi-par-dabaan/

Follow us on

બોયકોટ ચાઈના કેમ્પેઈનમાં દેશભરનાં લોકો જુસ્સાભેર જોડાઈ રહ્યા છે તે વચ્ચે અગત્યના અને મોટા સમાચાર એ આવી રહ્યા છે કે ભારતનાં સ્ટાર ખેલાડી અને પોતાની દેશદાઝ માટે આગવી ઓળખ ધરાવનારા હરભજનસિંહે પણ હવે બોયકોટ ચાઈના કેમ્પેઈનમાં ઝંપલાવ્યું છે. એક ખાનગી મેગેઝીન સાથે કરેલી વાત મુજબ ભજ્જીએ સ્પસ્ટ રીતે કહ્યું હતું કે તે હવેથી કોઈ પણ ચાઈનીઝ પ્રોડક્ટને નહી વાપરે કે તેનું બ્રાન્ડીંગ પણ નહી કરે. જે સેલેબ્સ ચાઈનીઝ પ્રોડક્ટનું બ્રાન્ડીંગ કરે છે તેના પર સવાલ ઉઠાવતા તેમણે જણાવ્યું કે તેમણે પણ ચાઈનીઝ પ્રોડક્ટનું માર્કેટીંગ બંધ કરી દેવું જોઈએ કેમ કે ટ્વીટ કે ઈન્સ્ટાગ્રામ પર લખવાથી કશું નથી થતું. અગર સાચ્ચે જ તમને દેશની કદર છે, તેને પ્રેમ કરો છો તો દેશની સાથે ઉભા રહો. ભજ્જીએ ત્યાં સુધી કીધુ છે કે IPL પોતે એક મોટી બ્રાંડ છે અને એવું નથી કે કોઈ ચાઈનીઝ બ્રાંડ પૈસા આપશે તો જ IPL ચાલી શકશે. ભજ્જી પહેલો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે કે જેણે બોયકોટ ચાઈના કેમ્પેનમાં ભાગ લીધો છે

              જણાવવું રહ્યું કે કન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ દ્વારા ક્રિકેટર હરભજનસિંહની પણ સરાહના કરવામાં આવી છે કે જેણે ચાઈનાની બ્રાંડ માટે કોઈ પણ પ્રકારનાં બ્રાન્ડીંગ માટે ના પાડી દીધી છે. કૈટનાં મહામંત્રીએ ટ્વીટ કરીને હરભજનને કહ્યું હતું કે તમે પહેલા સેલિબ્રિટી છો કે જેમણે કૈટની અપીલને સ્વીકારી છે. અને તમારૂ અનુકરણ પણ બીજા લોકોએ કરવું જોઈએ કેમ કે દેશ તેમની સામે જોઈ રહ્યો છે. દેશભક્તિ અને પૈસા વચ્ચે નક્કી કરવાનો સમય છે.

નોંધ- વિડિયો કર્ટસી- સ્પોર્ટસ્ટાર

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
Next Article