ચાલબાઝ ચીનની ખુલી પોલ,વાંચો લદ્દાખનાં કયા વિસ્તારમાં શરૂ કરી ઘૂસણખોરી, સેટેલાઈટ મેપમાં કેદ ચીની સેના

|

Jun 24, 2020 | 2:40 PM

ચીન તેની નિમ્ન હરકતોમાંથી બહાર નથી આવી રહ્યું. પૂ્ર્વ લદ્દાખ, ગલવાન, પેનગોંગ ઝીલ વિસ્તાર બાદ તેની વધુ એક હરકત સામે આવી છે કે જેમાં PLA (પીપલ્સ લીબરેશન આર્મી)  દૌલત બૈગ ઓલ્ડી અને ડેપસંગ સેક્ટરમાં નવો મોરચો ખોલવાની તૈયારી કરી રહ્યું છે. સૂત્રો તરફથી મળી રહેલી માહિતિ મુજબ ચાઈનીઝ આર્મીનું મૂવમેન્ટ દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં જોવા […]

ચાલબાઝ ચીનની ખુલી પોલ,વાંચો લદ્દાખનાં કયા વિસ્તારમાં શરૂ કરી ઘૂસણખોરી, સેટેલાઈટ મેપમાં કેદ ચીની સેના
http://tv9gujarati.in/chalbaz-chin-ni-…kari-ghusankhori/

Follow us on

ચીન તેની નિમ્ન હરકતોમાંથી બહાર નથી આવી રહ્યું. પૂ્ર્વ લદ્દાખ, ગલવાન, પેનગોંગ ઝીલ વિસ્તાર બાદ તેની વધુ એક હરકત સામે આવી છે કે જેમાં PLA (પીપલ્સ લીબરેશન આર્મી)  દૌલત બૈગ ઓલ્ડી અને ડેપસંગ સેક્ટરમાં નવો મોરચો ખોલવાની તૈયારી કરી રહ્યું છે. સૂત્રો તરફથી મળી રહેલી માહિતિ મુજબ ચાઈનીઝ આર્મીનું મૂવમેન્ટ દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. ડેટા પ્રમાણે જૂન મહિનામાં ચીની સેનાનાં કેમ્પ અને વાહનો જોવા મળ્યા છે. ચીનની સેનાની આ મુમેન્ટ પર વર્ષ 2016માં જ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો પરંતુ ત્યાર બાદ હવે આ મહિનામાં સેટેલાઈટમાં નવી તસવીરો સામે આવી છે કે જેને કન્ફર્મ પણ કરવામાં આવી છે.

         

 સેટેલાઈટ મેપમાં જોવા મળી રહ્યું છે કે તે મુજબ DBO (દૌલત બેગ ઓલ્ડી) અને ડેપસંગથી ચાઈનીઝ બેઝ વચ્ચેની મુવમેન્ટ જોવા મળી છે. મે મહિનામાં ભારતીય સેના દ્વારા ડેપસંગમાં ગતિશીલતા લાવી હતી. હવે ચીન સેના પણ આ વિસ્તારમાં જોવા મળી રહી છે. જો કે પીપલ્સ લિબરેશન આર્મી (PLA) એ વર્ષ 2013માં ઘૂસણખોરીની શરૂઆત કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
આ એ તસવીર છે કે જેમાં એરો નાં માધ્યમથી બતાવવામાં આવી રહ્યા છે ચીની કેમ્પ અને તેમના વાહનોનું મૂવમેન્ટ કયા વિસ્તારમાં થઈ રહ્યું છે. બુધવારે ભારત અને ચાઈના વચ્ચે બોર્ડર મિટિંગ યોજાઈ હતી. આ બેઠકમાં WMCC (મેમ્બર ઓફ ધ વર્કીંગ મિકેનીઝમ ફોર કન્સલટેશન એન્ડ કોઓર્ડીનેશન ઓન ઈન્ડિયા ચાઈના બોર્ડર એફેર્સ) દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. LACની બંને સાઈટ પર જ્યારથી સેનાનો જમાવડો થયો છે ત્યાર થી અનેક મિટિંગ મિલિટ્રી અને ડિપ્લોમેટીક લેવલ પર બંને દેશ વચ્ચે થઈ ચુકી છે. સહુ થી અગત્યની આ સંદર્ભની વાતચીત 6 જૂનનાં રોજ મોલ્ડો બોર્ડરની પર્સનલ મિટિંગ થઈ હતી કે જેમાં છુટકારાથી લઈને ઘુસણખોરીમાં ગતિને ઘટાડવા માટે વાત કરવામાં આવી હતી.  જો કે ગલવાન ઘાટીમાં 15 જૂનનાં રોજ આવી જ એક મિટિંગ બાદ લોહિયાળ અથડામણ થઈ હતી અને ભારતનાં 20 જેટલા સૈનિકોનાં મોત થયા હતા.

Published On - 2:40 pm, Wed, 24 June 20

Next Article