Gujarati NewsPoliticsCentral government asks supreme court to fix factual error while congress attacks modi government know all about rafale deal controversy
રાફેલ ડીલ: SCના નિર્ણય બાદ હજી પણ કેમ વિવાદ યથાવત્? 10 મુદ્દાઓમાં સમજો આ આખો મામલો
રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પણ સરકાર અને વિપક્ષ બંને એકબીજા પર હુમલા કરવાના મૂડમાં છે. એકબાજુ જ્યાં સરકાર ક્લીન ચિટની વાત કરી રહી છે ત્યાં વિપક્ષ કેન્દ્ર પર સુપ્રીમ કોર્ટને ગુમરાહ કરવાનો આરોપ લગાવી રહ્યું છે. હવે સરકારે સર્વોચ્ચ અદાલતને અપીલ કરી છે કે નિર્ણયમાં CAG સંબંધિત પેરેગ્રાફમાં સુધારો કરે. રાફેલ ડીલ પર […]
Follow us on
રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પણ સરકાર અને વિપક્ષ બંને એકબીજા પર હુમલા કરવાના મૂડમાં છે. એકબાજુ જ્યાં સરકાર ક્લીન ચિટની વાત કરી રહી છે ત્યાં વિપક્ષ કેન્દ્ર પર સુપ્રીમ કોર્ટને ગુમરાહ કરવાનો આરોપ લગાવી રહ્યું છે. હવે સરકારે સર્વોચ્ચ અદાલતને અપીલ કરી છે કે નિર્ણયમાં CAG સંબંધિત પેરેગ્રાફમાં સુધારો કરે.
રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પણ રાજનૈતિક ધમાસાણ થંભી નથી રહ્યું. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલી જાણકારીના આધારે લખ્યું હતું કે રાફેલની કિંમતને લગતી માહિતી પર CAG રિપોર્ટ બનાવી ચૂકી છે તેમજ પબ્લિક અકાઉન્ટ્સ કમિટી (PAC) પણ તે રિપોર્ટ ચકાસી ચૂકી છે. આ નિર્ણય સામે આવતા જ કોંગ્રેસ મોદી સરકાર પર હુમલા કરવા લાગી અને કહ્યું કે કિંમત પર કેગનો રિપોર્ટ પીએસીની સામે આવ્યો જ નથી. સરકાર આ મામલે સર્વોચ્ચ અદાલતને ગૂમરાહ કરી રહી છે. આખરે તેના કારણે હવે મોદી સરકારે સુપ્રી કોર્ટને તેના નિર્ણયમાં સુધારો કરવા માટે વિનંતી કરવી પડી છે.
એક તરફ જ્યાં રાફેલ વિવાદમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયે બીજેપીને પલટવાર કરવાનો મોકો આપ્યો છે ત્યાં ટેક્નિકલ સુધારાવાળા પોઈન્ટને લઈને કોંગ્રેસ પણ નવા આરોપો લગાવી રહ્યું છે.
સૌથી પહેલા વાત કરીએ સુપ્રીમ કોર્ટના નિર્ણયની. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે રાફેલની ખરીદીના નિયમોમાં કોઈ અવગણના નથી કરાઈ. કોર્ટે કહ્યું, “PAC (પબ્લિક અકાઉન્ટ કમિટી)ને CAG (કૉમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ)નો રિપોર્ટ આપી દેવાયો છે.” જ્યારે કે હકીકત એ છે કે PACને કોઈ રિપોર્ટ મળ્યો જ નથી. સૂત્રોનું કહેવું છે કે આ મહિનાના અંત સુધીમાં રિપોર્ટ મળી શકે છે. આ જ આધારે કોંગ્રેસે સરકાર પર સર્વોચ્ચ અદાલતને ગુમરાહ કરી હોવાનો આરોપ લગાવ્યો છે.
હુમલો કરી રહેલા વિપક્ષને જોઈને કેન્દ્ર સરકારે શનિવારે સુપ્રીમ કોર્ટને એક અરજી કરી જેમાં લડાયક વિમાન રાફેલના સોદા પરના સર્વોચ્ચ અદાલતના નિર્ણયમાં એ ફકરામાં તપાસની માગ કરી જેમાં કેગ રિપોર્ટ અને પીએસીનો ઉલ્લેખ કરાયો છે.
સુપ્રીમ કોર્ટને શનિવારે કેન્દ્ર સરકાર તરફથી કરાયેલી અરજીમાં કહેવાયું છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણયના ફકરા નં.25માં ત્રુટિ રહી ગઈ છે. રાફેલની કિંમતને લઈને અમે સીલબંધ કવરમાં જે જાણકારી આપી હતી તેમાં અમે કેગના રિપોર્ટનેે પીએસીને મોકલવાની પ્રક્રિયા જણાવી છે.
સરકારે સર્વોચ્ચ અદાલતના નિર્ણયમાં સુધારાની અપીલ કરતા પોતાનો પક્ષ રજૂ કર્યો છે. સરકારનું કહેવું છે કે અમે એ નથી કહ્યું કે કેગના રિપોર્ટને પીએસી સાથે શેર કરાયો છે અને રિપોર્ટને સંસદમાં પણ મૂકવામાં આવ્યો છે.
કેન્દ્રએ સર્વોચ્ચ અદાલતને કહ્યું છે કે આદેશમાં જ્યાં કેગ રિપોર્ટ અને પીએસીનો ઉલ્લેખ છે ત્યાં તે નોટની ખોટી વ્યાખ્યા કરવામાં આવી અને તેના કારણે સાર્વજનિક રીતે વિવાદ ઉભો થઈ ગયો. કેન્દ્રએ સ્પષ્ટ કર્યું કે તેમાં એમ નથી કહેવાયું કે પીએસીએ કેગના રિપોર્ટનું પરીક્ષણ કર્યું છે કે પછી કેગ રિપોર્ટ સંસદ સામે રજૂ કરવામાં આવ્યો છે.
સરકારે સ્પષ્ટ કર્યું કે તેમણે નોંધમાં ઉલ્લેખ કર્યો છે કે સરકાર કેગને કિંમતોની માહિતી પહેલા જ આપી ચૂકી છે. આ નોંધ ભૂતકાળમાં લખવામાં આવી હતી અને તથ્યાત્મક રીતે સાચી જ છે. અરજીમાં કહેવાયું છે તે પ્રમાણે વાક્યનો બીજો ભાગ પીએસીના સંદર્ભમાં છે જેમાં કહેવાયું છે કે કેગના રિપોર્ટનું પરિક્ષણ પીએસી કરી રહ્યું છે. નિર્ણયમાં ‘is’ની જગ્યાએ ‘Has been’નો ઉપયોગ કરાયો છે.
કોંગ્રેસ સર્વોચ્ચ અદાલતના નિર્ણય બાદ સરકારને ઘેરવાનો એક પણ મોકો જતો નથી કરી રહી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું કહેવું છે કે મોદી સરકારે રાફેલ ખરીદવામાં થયેલા ભ્રષ્ટાચારને છુપાવવા દેશની સર્વોચ્ચ અદાલતને ગુમરાહ કરી છે અને ભ્રામક તથ્યો રજૂ કર્યાં છે.
સૂત્રોએ જણાવ્યું કે કેગનો રિપોર્ટ જાન્યુઆરીના અંત સુધીમાં પૂર્ણ થાય તેવી શક્યતા છે જેમાં અન્ય રક્ષા સોદાઓનો પણ ઉલ્લેખ હોઈ શકે છે.
એક વખત જ્યારે કેગ પોતાનો રિપોર્ટ સબમિટ કરી દેશે, ત્યારબાદ સરકાર તે નક્કી કરશે કે તેને કઈ તારીખે અને કયા સમય પર સંસદમાં મૂકવામાં આવે. સંસદમાં કેગ રિપોર્ટ મૂકાયા બાદ તેને પબ્લિક અકાઉન્ટ્સ કમિટી (PAC)ને મોકલવામાં આવશે. PACના પ્રમુખ વિપક્ષી દળનો સદસ્ય હોય છે. હાલ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે PACના ચેરમેન છે.
રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ થયેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “ઉચ્ચતમ ન્યાયાલયે કહ્યું છે કે પીએસીને કેગ રિપોર્ટ આપી દેવાયો છે જ્યારે કે પીએસીને કોઈ રિપોર્ટ નથી મળ્યો.” કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, “આવું કેવી રીતે થઈ શકે કે જે કેગ રિપોર્ટ કોઈ નિર્ણયનો આધાર હોય તેવામાં પીએસી તે ના દેખાયો અને સુપ્રીમ કોર્ટને દેખાયો?”
[yop_poll id=254]
જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.