પેટાચૂંટણી 2019: ગુજરાતની 6 બેઠકોના 1,781 મતદાન મથક પર મતદાન શરૂ, જુઓ VIDEO

|

Oct 21, 2019 | 3:10 AM

ગુજરાત વિધાનસભાની 6 બેઠકોની પેટાચૂંટણી માટે આજે ખરાખરીનો જંગ છે. છ બેઠકોમાં અરવલ્લી જિલ્લાની બાયડ, મહેસાણા જિલ્લાની ખેરાલુ, પાટણ જિલ્લાની રાધનપુર, મહિસાગર જિલ્લાની લુણાવાડા, અમદાવાદની અમરાઈવાડી અને બનાસકાંઠા જિલ્લાની થરાદ બેઠક પર પેટાચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે.  ભાજપ અને કૉંગ્રેસ માટે પેટા ચૂંટણીનો જંગ મહત્વનો એટલા માટે છે, કેમ કે ભાજપે પોતાનું વર્ચસ્વ […]

પેટાચૂંટણી 2019: ગુજરાતની 6 બેઠકોના 1,781 મતદાન મથક પર મતદાન શરૂ, જુઓ VIDEO

Follow us on

ગુજરાત વિધાનસભાની 6 બેઠકોની પેટાચૂંટણી માટે આજે ખરાખરીનો જંગ છે. છ બેઠકોમાં અરવલ્લી જિલ્લાની બાયડ, મહેસાણા જિલ્લાની ખેરાલુ, પાટણ જિલ્લાની રાધનપુર, મહિસાગર જિલ્લાની લુણાવાડા, અમદાવાદની અમરાઈવાડી અને બનાસકાંઠા જિલ્લાની થરાદ બેઠક પર પેટાચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે.

ભાજપ અને કૉંગ્રેસ માટે પેટા ચૂંટણીનો જંગ મહત્વનો એટલા માટે છે, કેમ કે ભાજપે પોતાનું વર્ચસ્વ વધારવા માટે જીતવું જરૂરી છે, જ્યારે કોંગ્રેસ માટે પોતાની જ કેટલીક બેઠક સાચવી રાખવાનો પડકાર છે. ત્યારે ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનરે આપેલી માહિતી અનુસાર 1,781 મતદાન મથકો પર મતદાન યોજાશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ 6 બેઠકો પર 14 લાખ 74 હજાર મતદારો નોંધાયા છે. જેમાં 7 લાખથી વધુ પુરૂષ મતદારો અને 7 લાખ 500 મહિલા મતદારો છે. સવારે 8 કલાકથી સાંજે 6 કલાક સુધી મતદાન થશે. ઈવીએમથી યોજાનારા મતદાનને લઈને સુરક્ષા વ્યવસ્થા પણ સજ્જ બનાવાઈ છે. 21 સ્કવોર્ડ સહિત વીડિયો કેમેરામેનની ટીમ 6 બેઠકો પર મુકાઈ છે. તેમજ 400 મતદાન મથકો પર વેબકાસ્ટીંગ કરાશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article