Maharashtra: BMCની ચૂંટણી પહેલા BJP-MNSનું થઈ શકે છે ગઠબંધન, ચંદ્રકાંત પાટીલ અને રાજઠાકરેની મુલાકાત બાદ અટકળો તેજ

એક સવાલના જવાબમાં પાટીલે કહ્યું કે મેં રાજ ઠાકરેને કહ્યું છે કે આ રાજ્યના લોકો ઈચ્છે છે કે તમે તેમના નેતા બનો પણ તમારે તેમની પોતાની ધારણા બદલવી પડશે.

સમાચાર સાંભળો
Maharashtra: BMCની ચૂંટણી પહેલા BJP-MNSનું થઈ શકે છે ગઠબંધન, ચંદ્રકાંત પાટીલ અને રાજઠાકરેની મુલાકાત બાદ અટકળો તેજ
Chandrakant Patil and Raj Thackeray
| Edited By: | Updated on: Aug 06, 2021 | 11:00 PM

મહારાષ્ટ્ર (Maharashtra) ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ (Chandrakant Patil) શુક્રવારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પ્રમુખ રાજ ઠાકરે (Raj Thackeray)ને મળ્યા હતા. જેના કારણે આગામી વર્ષે મુંબઈ મ્યુનિસિપલ ચૂંટણી (2022 BMC ચૂંટણી)માં બંને નેતાઓના પક્ષ વચ્ચે ગઠબંધનની અટકળો તેજ બની છે. પાટીલે અહીં ઠાકરેને તેમના નિવાસસ્થાને મળ્યા બાદ પત્રકારોને જણાવ્યું હતું કે અત્યારે ગઠબંધનની કોઈ શક્યતા નથી.

 

ભારતીય જનતા પાર્ટીના નેતાએ કહ્યું રાજ ઠાકરેએ મને કહ્યું કે તેમને મુંબઈમાં રહેતા બિન-મરાઠી લોકો સામે કોઈ ફરિયાદ નથી. અમારી વચ્ચે હજુ પણ કેટલાક રાજકીય મતભેદો છે અને આ સમયે ચૂંટણી પૂર્વે ગઠબંધનનો કોઈ પ્રસ્તાવ નથી.

 

એક સવાલના જવાબમાં પાટીલે કહ્યું કે મેં રાજ ઠાકરેને કહ્યું છે કે આ રાજ્યના લોકો ઈચ્છે છે કે તમે તેમના નેતા બનો પણ તમારે તેમની પોતાની ધારણા બદલવી પડશે. એમએનએસ નેતા બાલા નંદગાંવકરે જણાવ્યું હતું કે બેઠક દરમિયાન શું થયું તે તેઓ જણાવી શકતા નથી, પરંતુ જો બંને પક્ષો હાથ મિલાવે તો અમને આનંદ થશે.

 

ત્રણ દાયકાથી BMC પર શાસન કરી રહી છે શિવસેના

શિવસેના છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) પર શાસન કરી રહી છે. છેલ્લી BMC ચૂંટણીમાં MNSએ સાત બેઠકો જીતી હતી, પરંતુ તેના છ કાઉન્સિલરો પાછળથી શિવસેનામાં જોડાયા હતા. શિવસેનાએ 97, ભાજપને 82 અને કોંગ્રેસને 31 બેઠકો મળી હતી.

 

ચૂંટણીલક્ષી લાભ માટે રાજકીય વલણ બદલશે નહીં

તાજેતરમાં પૂણેમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન રાજ ઠાકરેએ કહ્યું હતું કે તેઓ ચૂંટણીના લાભ માટે પોતાનું રાજકીય વલણ બદલવાના નથી. 15 વર્ષ પહેલા શિવસેના છોડ્યા બાદ તેમણે ઉત્તર ભારતીય વિરોધી વલણ અપનાવ્યું હતું. તેમણે કહ્યું કે અમે (તેમની પાર્ટી અને ભાજપ) એકબીજા સામે આક્રમક ન બનવાના કરાર પર સહમત થઈ શકીએ છીએ.

 

આ પણ વાંચો: Vaccination: એક જ દિવસમાં 43 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોનાની રસી, દેશમાં 50 કરોડથી વધુ લોકોને અપાઈ રસી

 

આ પણ વાંચો: સોનિયા ગાંધી પાસે કેટલુ સોનુ અને કેટલી ચાંદી છે ? કઈ કઈ કંપનીના શેરમાં સોનિયા ગાંધીએ કર્યુ છે રોકાણ ? રાજીવ ગાંધીનુ પેન્શન કોને મળે છે ? જાણો આ ખાસ સ્ટોરીમાં ઘણુ બધુ