Mumbai : BJP MLA એ કહ્યું, ડીનો મોરિયા BMC ના સચિન વાઝે, ઉંડાણપૂર્વક તપાસ કરશો તો ઘણા પેગ્વિન બહાર આવી જશે

|

Jul 03, 2021 | 11:45 PM

BJP MLA Nitish Rane એ ડીનો મોરિયા (Dino Morea) અંગે શિવસેના પર આક્ષેપો કર્યા છે. નીતીશ રાણેએ કહ્યું કે ડીનો મોરિયા લોકોને કહેતા ફરે છે કે તેઓ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) સાથે સંબંધિત કોઈપણ કામને એક ક્ષણમાં કરી શકે છે.

Mumbai : BJP MLA એ કહ્યું, ડીનો મોરિયા BMC ના સચિન વાઝે, ઉંડાણપૂર્વક તપાસ કરશો તો ઘણા પેગ્વિન બહાર આવી જશે
FILE PHOTO

Follow us on

Mumbai : ડીનો મોરિયાની બોલિવૂડમાં ચાર-પાંચ ફિલ્મો સિવાય કોઈ ખાસ ઓળખ નથી. પરંતુ ડીનો મોરિયા (Dino Morea)  લોકોને કહેતા ફરે છે કે તેઓ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) સાથે સંકળાયેલું કોઈપણ કામએક ક્ષણમાં કરી શકે છે. આ આરોપ ભાજપના ધારાસભ્ય નીતેશ રાણે(Nitish Rane) એ લગાવ્યો છે.

અભિનેતા ડીનો મોરિયા (Dino Morea) પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ નિતેશ રાણે ખૂબ આક્રમક બન્યા છે.તેમણે કહ્યું કે જો ઊંડાણડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ઘણા ‘પેન્ગ્વિન’ બહાર આવે છે. નીતેશ રાણેએ દાવો કર્યો છે કે ડીનો મોરિયા BMC ના સચિન વાજે છે. ડીનો મોરિયા વિરૂદ્ધ તેમની પાસે ઘણા બધા પુરાવા છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

નિતેશ રાણેએ શનિવારે ટ્વીટ કરીને આ અંગે પોતાનો મત રજૂ કર્યો હતો. તેમનો ઈશારો શિવસેના તરફ હતો.તેમણે લખ્યું છે કે બોલીવુડમાં ચાર-પાંચ ફિલ્મો કરી ચુકેલા ડીનો મોરિયા (Dino Morea) ની કોઈ ખાસ ઓળખ નથી. પરંતુ ડીનો મોરિયા બાકીના લોકોને કહેતા રહે છે કે, તે એક ક્ષણમાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કોઈપણ કામ કરાવી શકે છે. ડીનો મોરિયાની મિત્રતા કોની સાથે છે? નીતીશ રાણે શીવેસેનાના યુવા નેતા અને મંત્રી તરફ ઈશારો કરી રહ્યા હતા.

સાંડેસરા કેસમાં ડીનોની સંપત્તિ જપ્ત
સાંડેસરા ગ્રુપ (Sandesara Group) મની લોન્ડરિંગ કેસમાં ED એ સંજય ખાનની 3 કરોડની સંપત્તિ, ડીનો મોરિયાની 1.4 કરોડની સંપત્તિ, અકીલ બચુલીની 1.98 કરોડની અને અહેમદ પટેલના જમાઈ અહેમદ સિદ્દીકીની 2.41 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.

EDની તપાસમાં આ હકીકત સામે આવી છે કે સાંડેસરા બ્રધર્સ (Sandesra Brothers) એ આ ચાર લોકોને વિવિધ સંપત્તિઓ ટ્રાન્સફર કરી હતી જેમાં સંજય ખાનને 3 કરોડ, ડીનો મોરિયાને 1.4 કરોડ, અકીલ બચુલીને 12.54 કરોડ અને અહેમદ સિદ્દીકીને 3.51 કરોડની સંપત્તિ આપ્યાનો ખુલાસો થયો છે.

Published On - 11:25 pm, Sat, 3 July 21

Next Article