પોલીસે પૂછ્યું માસ્ક ક્યાં છે? ભાજપ નેતાની પુત્રીએ કર્યું એવું વર્તન કે વિડીયો થઇ રહ્યો છે વાયરલ

|

Apr 19, 2021 | 3:44 PM

મધ્યપ્રદેશના સીધી જીલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વિડિઓની વચ્ચે માર્ગ પર એક છોકરી પોલીસ સાથે ખરાબ વર્તન કરી રહી છે.

પોલીસે પૂછ્યું માસ્ક ક્યાં છે? ભાજપ નેતાની પુત્રીએ કર્યું એવું વર્તન કે વિડીયો થઇ રહ્યો છે વાયરલ
ભાજપ નેતાની દીકરીનો વાયરલ વિડીયો

Follow us on

દિલ્હી પછીની મધ્યપ્રદેશના સીધી જીલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વિડિઓની વચ્ચે માર્ગ પર એક છોકરી પોલીસ સાથે ખરાબ વર્તન કરી રહી છે. સાથે જ ગુસામાં કારને લાત મારી રહી છે. તે ગુસ્સામાં જ ઘર બાજુ ભાગે છે. અને આ સંપૂર્ણ તમાશો તે એટલા માટે કરી રહી છે કેમ કે તેણીએ માસ્ક નથી પહેર્યું.

વાહન ચેકીંગ દરમિયાન પોલીસે તેની કાર રોકી હતી અને માસ્ક ન પહેરવા બદલ તેને દંડ ભરવા કહ્યું હતું. દંડનું નામ સાંભળીને તે ગુસ્સે થઈ ગઈ અને પોલીસકર્મીને ગુસ્સો બતાવવા લાગી. હંગામો મચાવનારી આ યુવતીનું નામ અનુકૃતિસિંહ ચૌહાણ છે, તે પ્રયાગરાજમાં રહે છે અને ડાન્સ ક્લાસ ચલાવે છે. યુપીનો નંબર પણ આ કાર પર લખેલો છે. એટલું જ નહીં કારના કાચ પર કાળી ફિલ્મ પણ છે.

યુવતી પોલીસ સાથે દલીલ કરી રહી હતી કે મારી સામે બે વાહનો પસાર થયા છે, તેમની પણ બ્લેક ફિલ્મ છે. પરંતુ પોલીસ સામે યુવતીનું આ નાટક ચાલ્યું નહીં. તેને ચલણ ભરવાનું હતું. તે પછી પોલીસે કારને ત્યાંથી જવા દીધી. યુવતી તેવર સાથે કહેતી હતી કે મેં આ કાર મારી પોતાની આવકથી ખરીદી છે, કોઈના બાપની ઓકાત નથી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ભાજપ નેતાની પુત્રી

કહેવામાં આવી રહ્યું છે કે આ યુવતી ભાજપના નેતાની પુત્રી છે. તેના પિતા ભાજપ કિસાન મોરચામાં સિધી જિલ્લા મહામંત્રી છે. આ દ્વારા પણ તે પોતાનો રોફ બતાવવાનો પ્રયત્ન કરી રહી હતી. પરંતુ પોલીસકર્મીઓ પર તેની કોઈ અસર થઈ ન હતી. યુવતીના હોબાળો દરમિયાન રસ્તા પર લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. દરેક લોકો આ તમાશો જોઈ રહ્યા હતા.

વાહન ચેકીંગ દરમિયાન યુવતીની ગાડી અટકાવી

કોરોના ચેપને કારણે, સીધી પોલીસ તે સ્થાને માસ્કની તપાસ કરી રહી હતી. યુવતી યુપી નંબરની કારમાંથી જઇ રહી હતી. તેણે માસ્ક પહેર્યું ન હતું. પોલીસે ગાડી રોકી હતી અને ચલણ કાપવા જણાવ્યું હતું. આ અંગે હોબાળો મચાવ્યો. યુવતીની દલીલ છે કે મને કાળી ફિલ્મ માટે પરવાનગી છે. પોલીસકર્મીઓ કાગળ લાવવા માટે સમય નથી આપી રહ્યા. હું એક સુપર વુમન નથી કે જેણે તરત જ બધી ગોઠવણ કરી દુ. તેને બ્લેક ફિલ્મ માટે 500 રૂપિયા અને માસ્ક ન પહેરવા બદલ 500 રૂપિયાનું ચલણ ભરવું પડ્યું.

 

આ પણ વાંચો: ભારતના અમીરો 55 લાખ રૂપિયા ખર્ચીને માત્ર વેક્સિન લેવા માટે કેમ જઈ રહ્યા છે દુબઈ, જાણો કારણ

આ પણ વાંચો: મનોજ જોશી પર મુસ્લિમો પ્રત્યે નફરત ફેલાવવાનો આરોપ, કોવિડ -19 સમયે કરી આવી ટ્વીટ

Published On - 3:15 pm, Mon, 19 April 21

Next Article