ભૂમાફિયા પાછળ મોટા માથા અને નેતાઓનો હાથ, ભાજપ નેતા અલ્પેશ ઠાકોરનું નિવેદન
સરકારના ભૂમાફિયા પર કાયદાના અમલને લઇને ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે જ આક્ષેપ કર્યો છે કે ભૂમાફિયા પાછળ મોટા માથા અને નેતાઓનું પીઠબળ હોય છે. અહીં સવાલ એ થઈ રહ્યો છે કે આખરે અલ્પેશ ઠાકોરનો ઇશાનો કોની સામે છે, ભૂમાફિયા પાછળ ક્યા નેતાઓનો હાથ છે તે સવાલ ચોક્કસ ઉઠી રહ્યો છે. અલ્પેશ ઠાકોરે કહ્યું કે, અધિકારીઓની […]
સરકારના ભૂમાફિયા પર કાયદાના અમલને લઇને ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે જ આક્ષેપ કર્યો છે કે ભૂમાફિયા પાછળ મોટા માથા અને નેતાઓનું પીઠબળ હોય છે. અહીં સવાલ એ થઈ રહ્યો છે કે આખરે અલ્પેશ ઠાકોરનો ઇશાનો કોની સામે છે, ભૂમાફિયા પાછળ ક્યા નેતાઓનો હાથ છે તે સવાલ ચોક્કસ ઉઠી રહ્યો છે. અલ્પેશ ઠાકોરે કહ્યું કે, અધિકારીઓની સાંઠગાંઠથી સામાન્ય વ્યક્તિ જે જમીનનો સાચો માલિક હોય એવા માફિયાઓ આ ગુજરાતમાં છે. અલ્પેશ ઠાકોરે કહ્યું કે જીવના જોખમમાં ગરીબ અજ્ઞાન અને અભણ લોકો ભુમાફિયાઓનો ભોગ બની રહ્યા છે. ભુમાફિયાઓની પાછળ મોટા બિલ્ડરો અને એમની પાછળ મોટા માથાઓ અને નેતાઓ છે.
આ પણ વાંચો: સિનિયર સિટીઝન્સને મોદી સરકારની મોટી ભેટ, વિમાની ભાડા પર મળશે 50% ડિસ્કાઉન્ટ