વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપ તૈયાર, રાજસ્થાન ભાજપના એક પણ ધારાસભ્ય ગુજરાત નથી આવ્યાનું રટણ રટતા ચંદ્રકાત પાટીલ

|

Aug 10, 2020 | 10:54 AM

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી ગમે ત્યારે આવે, ભાજપ પેટાચૂંટણી લડવા હંમેશા તૈયાર હોવાનું ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાત પાટીલે જણાવ્યું. વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી હાલ ના યોજવા કોગ્રેસે એઈસીસીને પત્ર લખી જણાવ્યુ હોવાનુ ચંદ્રકાત પાટીલે જણાવ્યું. જો કે બે દિવસ પૂર્વે રાજસ્થાનથી હવાઈમાર્ગે પોરબંદર, સોમનાથ અને સાસણ આવેલા રાજસ્થાન ભાજપના કોઈ જ ધારાસભ્યો ગુજરાતમાં આવ્યા […]

વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપ તૈયાર, રાજસ્થાન ભાજપના એક પણ ધારાસભ્ય ગુજરાત નથી આવ્યાનું રટણ રટતા ચંદ્રકાત પાટીલ

Follow us on

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી ગમે ત્યારે આવે, ભાજપ પેટાચૂંટણી લડવા હંમેશા તૈયાર હોવાનું ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાત પાટીલે જણાવ્યું. વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી હાલ ના યોજવા કોગ્રેસે એઈસીસીને પત્ર લખી જણાવ્યુ હોવાનુ ચંદ્રકાત પાટીલે જણાવ્યું. જો કે બે દિવસ પૂર્વે રાજસ્થાનથી હવાઈમાર્ગે પોરબંદર, સોમનાથ અને સાસણ આવેલા રાજસ્થાન ભાજપના કોઈ જ ધારાસભ્યો ગુજરાતમાં આવ્યા ના હોવાનું જણાવ્યુ. અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, બે દિવસ પૂર્વે રાજસ્થાન ભાજપના ધારાસભ્યો પોરબંદર એરપોર્ટ ઉપર ઉતર્યા ત્યારે બાબુ બોખિરીયાએ આવકાર્યા હતા. પોરબંદરમાં આવનારા ભાજપના ધારાસભ્યોએ મીડિયાને એવુ કહ્યુ હતુ કે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત જૂના અને ખોટા કેસની કાર્યવાહીના નામે ભાજપના ધારાસભ્યોને ડરાવી રહ્યાં છે તેથી અમે પોરબંદરમાં આવ્યા છીએ. આ બધુ સ્પષ્ટ હોવા છતા ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાત પાટીલે આજે મીડિયાને કહ્યુ કે રાજસ્થાન ભાજપના એક પણ ધારાસભ્ય ગુજરાતમાં આવ્યા નથી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article