ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ વિશ્વ માતૃભાષા દિવસે ગુજરાતીના બદલે હિન્દીમાં કરી દીધું ટ્વિટ, સોશિયલ મીડિયામાં લોકો થયાં નારાજ

|

Feb 21, 2019 | 6:09 PM

હંમેશા ગુજરાતીમાં ટ્વિટ કરવા ટેવાયેલાં જીતુ વાઘાણીએ વિશ્વ માતૃભાષા દિવસે જ હિન્દીમાં ટ્વિટ કરીને કાચું કાપ્યું હતું. આ ટ્વિટ બાદ લોકોએ સોશિયલ મીડિયામાં ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીની ઝાટકણી કાઢી હતી.  आज विश्व मातृभाषा दिवस के उपलक्ष में प्रदेशवासियों को अनुरोध करता हूँ कि अपनी माँ समान मातृभाषा के प्रति निष्ठा बनाए रखने के लिए संकल्प […]

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ વિશ્વ માતૃભાષા દિવસે ગુજરાતીના બદલે હિન્દીમાં કરી દીધું ટ્વિટ, સોશિયલ મીડિયામાં લોકો થયાં નારાજ

Follow us on

હંમેશા ગુજરાતીમાં ટ્વિટ કરવા ટેવાયેલાં જીતુ વાઘાણીએ વિશ્વ માતૃભાષા દિવસે જ હિન્દીમાં ટ્વિટ કરીને કાચું કાપ્યું હતું. આ ટ્વિટ બાદ લોકોએ સોશિયલ મીડિયામાં ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીની ઝાટકણી કાઢી હતી. 

સોશિયલ મીડિયા પર લોકોએ જીતુ વાઘાણીને યાદ અપાવ્યું હતું કે આજે વિશ્વ માતૃભાષા દિવસ હોવાથી તમારે માતૃભાષા ગુજરાતીમાં જ ટ્વિટ કરવું જોઈતું હતું અને વિવિધ અન્ય યુઝર્સે પણ આ બાબતે જીતુ વાઘાણીને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.

TV9 Gujarati

 

અમુક લોકોએ લખ્યું કે આ હિન્દીમાં કરેલું ટ્વિટ એ ગુજરાતી ભાષાનું અપમાન છે અને તમારે ગુજરાતી ભાષાનું અપમાન ન કરવું જોઈએ.  બીજેપીના પ્રદેશ પ્રમુખ હમેશા પોતાના કોઇન કોઇ ભુલના કારણે વિવાદમા આવી જતા હોય છે, ત્યારે આ વખતે તેઓએ માતૃભાષા દિવસની શુભેચ્છા આપવા માટે ગુજરાતીના બદલે હિન્દીમાં ટ્વીટ કરતા વિવાદ થઇ ગયો.  જેના કારણે તેઓ સામાન્ય નાગરિકોના નિશાને આવી ગયા હતી. સોશિયલ મીડિયા યુઝર્સે વિવિધ શબ્દો થકી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જીતુ વાઘાણીએ પોતાના ટ્વિટરમાં લખ્યું કે  આજ વિશ્વ માતૃભાષા દિવસ કે ઉપલક્ષ્યમાં પ્રદેશવાસીઓ કો અનુરોધ હૈ કરતા હુ કી અપની મા સમાન માતૃભાષા કે પ્રતિ નિષ્ઠા બનાયે રખને કે લિયે સંકલ્પ લે ઔર જીવન ભર વ્યક્તિગત જિન્દગીમે અપની માતૃભાષા કા અધિકતમ પ્રયોગ કર સમાજ કે વિકાસ કે લિયે કૃતસંકલ્પ રહે, વ નઇ પીઢી કો ઉસસે અવશ્ય અવગત કરે.

આમ લોકોએ વિવિધ મુદ્દાના આધારે ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણી પર પ્રહારો કર્યા હતા. રાજકારણમાં કોઈ મોટી ઘટના હોય ત્યારે મોટેભાગે નેતાઓ પોતાના ટ્વિટને હિન્દી કે અંગ્રેજી ભાષામાં કરતા હોય છે પણ ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણી  વિશ્વ માતૃભાષાના દિવસે જ હિન્દીમાં ટ્વવિટ કરીને મુશ્કેલીમાં મુકાઈ ગયાં હતાં.

[yop_poll id=1675]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article