AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા બાદ સાધ્વી પ્રજ્ઞાએ માગી માફી, ચૂંટણી પંચે આ નિવેદનને લઈને મગાવ્યો અહેવાલ

સાધ્વી પ્રજ્ઞાએ મહાત્મા ગાંધીને ગોળી મારનાર નથૂરામ ગોડસેને પોતાના એક નિવેદનમાં દેશભક્ત ગણાવ્યો હતો. આ નિવેદનને લઈને તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે કારણ કે આ બાબતે ચૂંટણી પંચે અહેવાલ માગ્યો છે. https://youtu.be/lQ9OvUhgdGU ચૂંટણી પંચના ભોપાલના અધિકારી પાસે સાધ્વીના નથુરામ ગોડસે દેશભક્ત હોવાના નિવેદન બાબતે અહેવાલ માગ્યો છે. ચૂંટણી પંચે આ અહેવાલ શુક્રવાર સુધી પહોંચાડવાનું […]

નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા બાદ સાધ્વી પ્રજ્ઞાએ માગી માફી, ચૂંટણી પંચે આ નિવેદનને લઈને મગાવ્યો અહેવાલ
| Updated on: May 16, 2019 | 5:01 PM
Share

સાધ્વી પ્રજ્ઞાએ મહાત્મા ગાંધીને ગોળી મારનાર નથૂરામ ગોડસેને પોતાના એક નિવેદનમાં દેશભક્ત ગણાવ્યો હતો. આ નિવેદનને લઈને તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે કારણ કે આ બાબતે ચૂંટણી પંચે અહેવાલ માગ્યો છે.

https://youtu.be/lQ9OvUhgdGU

ચૂંટણી પંચના ભોપાલના અધિકારી પાસે સાધ્વીના નથુરામ ગોડસે દેશભક્ત હોવાના નિવેદન બાબતે અહેવાલ માગ્યો છે. ચૂંટણી પંચે આ અહેવાલ શુક્રવાર સુધી પહોંચાડવાનું પણ કહ્યું છે. સાધ્વી પ્રજ્ઞાએ મહાત્મા ગાંધીની હત્યા કરનારા નથુરામ ગોડસને દેશભક્ત ગણાવ્યો. તેમણે કહ્યું કે નથુરામ ગોડસે દેશભક્ત હતા, દેશભક્ત છે અને તે દેશભક્ત રહેશે.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીની હંમેશા સાથે રહેતાં કાળા સુટકેસમાં શું હોય છે?

સાધ્વી પ્રજ્ઞાના આ નિવેદન બાદ રાજનીતિમાં ગરમાવો આવી ગયો હતો. ભાજપે પણ આ નિવેદનને લઈને પોતાનો બચાવ કરી લીધો હતો. ભાજપના પ્રવક્તાએ કહ્યું કે સાધ્વી પ્રજ્ઞાનું આ નિવેદન અંગત છે અને ભાજપ તેની સાથે સહમત નથી. અમિત શાહે પણ કહ્યું કે સાધ્વી પ્રજ્ઞાએ તે નિવેદનને લઈને માફી માગી લીધી છે. તેમણે વધુ ઉમેર્યું આ તેમના અંગત વિચાર છે અને તે બાબતે કશું કહી ન શકાય.

આ ઘટના બાદ કોંગ્રેસે પણ ભાજપ પર પ્રહારો કર્યા હતા અને સાધ્વીને મેદાનમાં ઉતાર્યા તેને લઈને સવાલો પણ કર્યા હતા. હવે જોવું એ રહ્યું કે ચૂંટણી પંચે અહેવાલ માગ્યો છો તો તેના પર કોઈ વિશેષ કાર્યવાહી કરાશે કે નહીં? આમ ચૂંટણી પંચના અહેવાલ માગવાથી સાધ્વી પ્રજ્ઞાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.

સાધ્વી પ્રજ્ઞાએ ગોડસેના નિવેદન બાબતે માફી માગીને કહ્યું કે જો મારા નિવેદનથી કોઈના મનમાં ઠેસ પહોંચી છે તો હું બિલકુલ માફી માગું છું. હું મહાત્મા ગાંધીનું સમ્માન કરું છું. તેમણે જે દેશ માટે કર્યું તે ભૂલી શકાય તેમ નથી. મીડિયા દ્વારા મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું.

Follow Us
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
g clip-path="url(#clip0_868_265)">