Bengal Elections : બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ચાર તબક્કાનું મતદાન એક સાથે થશે? જાણો શું કહ્યું ચૂંટણીપંચે

|

Apr 15, 2021 | 6:32 PM

Bengal Elections : બંગાળ વિધાનસભા ચૂંટણી અંગે 16 એપ્રિલે ચૂંટણીપંચ સર્વદળીય બેઠક યોજશે.

Bengal Elections  : બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ચાર તબક્કાનું મતદાન એક સાથે થશે? જાણો શું કહ્યું ચૂંટણીપંચે
FILE PHOTO

Follow us on

Bengal Elections : દેશમાં એક બાજુ કોરોનાનો કહેર શરૂ છે તો બીજી બાજુ કોરોના સંક્રમણના જોખમ વચ્ચે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયાઓ પણ શરૂ છે. આ પાંચ રાજ્યોમાંથી બંગાળ સિવાયના ચાર રાજ્યોમાંથી આસામ, પોંડીચેરી, કેરલ અને તમિલનાડુની ચૂંટણી પૂર્ણ થઇ ગઈ છે, જયારે પશ્ચિમ બંગાળમાં હજી પણ ચાર તબક્કાનું મતદાન થવાનું બાકી છે. કોરોના સંક્રમણ વધતા બંગાળ વિધાનસભા ચૂંટણીમાં (West Bengal Bengal Elections 2021) હવે ચાર તબક્કાનું મતદાન એક સાથે થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

પશ્ચિમ બંગાળ : 14 દિવસમાં 5 ગણા કેસો વધ્યા
પશ્ચિમ બંગાળમાં 16 થી 31 માર્ચ સુધીમાં ફક્ત 8,062 લોકોને કરોનાનું સંક્રમણ થયું હતું. પશ્ચિમ બંગાળમાં 1 થી 14 એપ્રિલ વચ્ચે કરોનાના કેસો વધીને 41,927 થઈ ગયા છે. એટલે કે લગભગ 5 ગણા જેટલા કેસો વધ્યા.માર્ચમાં કોરોનાને કારણે ફક્ત 32 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, 1 થી 14 એપ્રિલ આ 14 દિવસમાં અત્યાર સુધીમાં 127 લોકોનાં કોરોનાથી કરૂણ મૃત્યુ થયા છે.

16 એપ્રિલે ચૂંટણીપંચ સર્વદળીય બેઠક
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હવે ચાર તબક્કાનું મતદાન થવાનું બાકી છે. આ દરમિયાન ચૂંટણી પ્રચાર દરમિયાન કોરોના નિયમોની કાળજી લેવા માટે ચૂંટણીપંચે શુક્રવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે બેઠકમાં બાકીના ચાર તબક્કાઓ માટેના પ્રચાર દરમિયાન, સામાજિક અંતર અને કોવિડ-19 સંબંધિત વિવિધ નિયમોનું પાલન કરવા અંગે ચર્ચા કરવામાં આવશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

હાઈકોર્ટે નિયમોનું પાલન કરવા નિર્દેશો કર્યા
કલકત્તા હાઈકોર્ટે મંગળવારે નિર્દેશ આપ્યો હતો કે કોરોના વાયરસના કેસમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો કોવીડ-19 સંબંધી તમામ સૂચનાઓનું કડક પાલન કરવું જોઈએ. મુખ્ય ન્યાયાધીશ ટીબીએન રાધાકૃષ્ણનની બેંચે બે જાહેર હિતની અરજીઓ પર સુનાવણી કરતાં તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને આદેશ આપ્યો હતો કે ચૂંટણીપંચ અને મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરાયેલા નિર્દેશોનું કડક પાલન કરવામાં આવે.

ચાર તબક્કાનું મતદાન એક સાથે થશે ?
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન કોરોનાના નવા કેસો રવધી રહ્યા છે. દરમિયાન,એવી માંગ કરવામાં આવી રહી છે કે બંગાળના બાકીના ચાર તબક્કાઓ માટે મતદાન એક તબક્કામાં કરવામાં આવે. દરમિયાન, ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે હાલ આવી કોઈ યોજના નથી. જો કે બંગાળમાં મતદાનના તબક્કાઓ ઘટાડવા અંગેની સ્થિતિ 16 એપ્રિલે થનારી સર્વદળીય બેઠકમાં જ સ્પષ્ટ થશે.

હવે 4 તબક્કાનું મતદાન બાકી છે
West Bengal Bengal Election 2021 માં આગામી ચાર તબક્કાની ચૂંટણીમાં પાંચમા તબક્કામાં 17 એપ્રિલના રોજ 45 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાશે.છઠ્ઠા તબક્કામાં 22 એપ્રિલના રોજ 43 બેઠકો પર મતદાન થશે અને 26 મી એપ્રિલે સાતમા તબક્કામાં 35 બેઠકો પર મતદાન થશે. આઠમા અને અંતિમ તબક્કાની ચૂંટણી 29 એપ્રિલના રોજ યોજાશે, જેમાં 35 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. મતની ગણતરી 2 મેના રોજ થશે.

Next Article