Bengal Elections : નાદિયામાં જનસભાને સંબોધતા PM MODIએ કહ્યું, હાર ભાળીને દીદીએ જુના ખેલ શરૂ કર્યા

|

Apr 10, 2021 | 6:24 PM

Bengal Elections : વડાપ્રધાન મોદી PM MODI એ નાદિયાના કૃષ્ણનગરમાં જનસભા સંબોધી.

Bengal Elections : નાદિયામાં જનસભાને સંબોધતા PM MODIએ કહ્યું, હાર ભાળીને દીદીએ જુના ખેલ શરૂ કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Follow us on

Bengal Elections : પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની 44 બેઠક માટે ચોથા ચરણની આજે ચૂંટણી યોજાઈ રહી છે. સવારના સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યુ છે. પશ્ચિમ બંગાળના પાંચ જિલ્લાની 44 બેઠક માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ચોથા ચરણની ચૂંટણીમાં કુલ 373 ઉમેદવારો તેમના ભવિષ્યને અજમાવી રહ્યાં છે. દરમિયાન પાંચમા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર પુરજોશમાં શરૂ છે. વડાપ્રધાન મોદી (PM MODI) એ નાદિયાના કૃષ્ણનગરમાં જનસભા સંબોધી.

હાર ભાળીને દીદીએ જુના ખેલ શરૂ કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) એ નાદિયાના કૃષ્ણનગરમાં ચૂંટણીસભાને સંબોધિત કરતી વખતે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના અધ્યક્ષ મમતા બનેરજી પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું દીદીની ઉંઘ હરામ થઇ ગઈ છે, તેમનો ગુસ્સો સાતમા આસમાન પર છે. જનતા જનાર્દન ભગવાનનું સ્વરૂપ છે. કોઈનો અહંકાર તેમની સામે ટકી શકતો નથી, પરંતુ દીદીને આ સમજાતું નથી. આજે દીદી કેન્દ્રીય ચૂંટણીપંચને ગાળો આપી રહ્યાં છે, EVMને ગાળો આપી રહ્યાં છે, સ્થિતિ એ છે કે દીદી તેમના પક્ષના પોલિંગ એજન્ટ સાથે પણ દુર્વ્યવહાર કરી રહ્યાં છે. દીદી બંગાળના મતદારોને બદનામ કરી રહ્યાં છે.હાર ભાળીને દીદીએ જુના ખેલ શરૂ કર્યા છે. બંગાળમાં દીદી અને TMC દ્વારા હિંસાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દીદી હવે આપની પાસેથી સંવેદનશીલતાની આશા છોડી દીધી છે. લોકશાહીની ઉજવણીમાં પણ દીદી આપ માતા અને બહેનોના આંસુનું કારણ બની રહ્યાં છો.

મહિલા, ગરીબ અને મધ્યમવર્ગ દીદીને હરાવશે
પીએમ મોદી (PM MODI) એ કહ્યું કે કેન્દ્રીય સુરક્ષાદળો આખા દેશમાં નિષ્પક્ષ ચૂંટણી કરાવે છે. ચાર રાજ્યોમાં ચૂંટણીઓ યોજાઈ હતી. સમસ્યા સુરક્ષાદળોની નથી, પરંતુ તમારી હિંસક રાજનીતિની છે. સમસ્યા તમારા ભડકાઉ ભાષણની છે. આ 2021નું બંગાળ છે. હવે તમે લોકશાહીને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યાં છો … જેટલું તમે લોકોને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યાં છો, એટલા જ લોકો તમને હરાવવા માટે એકઠા થઈ રહ્યા છે. આ ચૂંટણી ફક્ત ભાજપ લડી રહ્યું નથી. બંગાળના લોકો આ ચૂંટણી લડી રહ્યા છે. બંગાળના લોકો પણ ભાજપ કરતા 10 પગલાં આગળ વધ્યા છે. બંગાળનો યુવા તમને હરાવી રહ્યો છે. બંગાળની મહિલાઓ, ગરીબ અને મધ્યમ વર્ગ તમને હરાવશે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

દીદીએ બંગાળ સાથે વિશ્વાસઘાત કર્યો
પીએમ મોદીએ કહ્યું- ‘દીદીએ બંગાળના લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે. લઘુમતી સમાજ જેને દીદીએ લલચાવી અને લાલચ આપી હતી તે આજે કટકી, કમીશન અને TMCના સિન્ડિકેટથી પરેશાન છે. બહેનો અને દીકરીઓ પર જઘન્ય અપરાધ થતા હતા પરંતુ દીદી ચૂપ રહ્યાં હતાં. એટલા માટે જ હવે દીદી બંગાળના લોકો તમને સજા આપવા ઉતર્યા છે. હું બંગાળની દરેક માતા, બહેન, પુત્રીને ખાતરી આપું છું કે બંગાળની ડબલ એન્જિન સરકાર તમારા લાભ માટે ચોવીસ કલાક કામ કરશે.

Published On - 6:22 pm, Sat, 10 April 21

Next Article