Bengal Elections : પ્રથમ તબક્કામાં PM Modi, શાહ, નડ્ડા, મિથુન સહિત ભાજપના 40 નેતાઓ સ્ટાર પ્રચારક

|

Mar 10, 2021 | 2:15 PM

Bengal Elections : બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં 27 માર્ચના પ્રથમ તબક્કા માટે BJPએ PM Modi સહિતના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે.

Bengal Elections : પ્રથમ તબક્કામાં PM Modi, શાહ, નડ્ડા, મિથુન સહિત ભાજપના 40 નેતાઓ સ્ટાર પ્રચારક

Follow us on

Bengal Elections : ચૂંટણી પંચે બંગાળમાં આઠ તબક્કામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરી છે. પ્રથમ અને બીજા તબક્કા માટે ઉમેદવારીપત્રો ભરવાના પણ શરૂ થઈ ગયા છે. પ્રથમ તબક્કા માટે 27 માર્ચે અને બીજા તબક્કા 1 એપ્રિલ માટે મતદાન યોજાશે. Bengal Electionsના પ્રથમ તબક્કા માટે BJPએ 40 સ્ટાર પ્રચારકો (star campaigners)ની યાદી જાહેર કરી છે. 

PM Modi સાહિત દિગ્ગજ નેતાઓના નામ શામેલ 
પશ્ચિમ બંગાળમાં ભાજપે જાહેર કરેલી સ્ટાર પ્રચારકોની યાદીમાં PM Modi, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, અભિનેતા મિથુન ચક્રવર્તી, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીયપ્રધાન નીતિન ગડકરી, કેન્દ્રીય પ્રધાન અર્જુન મુંડા, કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની, ભાજપ મહામંત્રી કૈલાસ વિજયવર્ગીય, કેન્દ્રીય મહામંત્રી શિવ પ્રકાશ, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોય સહિત ભાજપના 40 વરિષ્ઠ નેતાઓના નામ  શામેલ છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

મુખ્યપ્રધાનો અને અન્ય  નેતાઓના નામ પણ શામેલ 
ભાજપની 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં  ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ પણ પશ્ચિમ બંગાળમાં ભાજપ માટે પ્રચાર કરશે. અન્ય નામોમાં મનોજ તિવારી, લોકેટ ચેટર્જી, રૂપા ગાંગુલી, શનાવાઝ હુસેનનો સમાવેશ થાય છે. કૈલાસ વિજયવર્ગીય, દિલીપ ઘોષ, શુભેન્દુ અધિકારી, રાજીવ બેનરજી, અરવિંદ મેનન, અમિત માલવીય, અભિનેત્રી પાયલ સરકાર અને તાજેતરમાં ભાજપમાં જોડાયેલા સરબંતી ચેટર્જીને પણ પશ્ચિમ બંગાળમાં ભાજપના  સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે.

 

Next Article