Bengal Election : અમિત શાહે કહ્યું અમે નહીં પણ, ઇટલીની લીડરશીપ, બંગાળના ઘૂસણખોરો,CPI-CPM બહારના

|

Apr 13, 2021 | 5:49 PM

Bengal Election : મમતા બેનર્જીએ અમિત શાહ, વડાપ્રધાન મોદી, યોગી આદિત્યનાથને બહારના લોકો કહ્યાં હતા.

Bengal Election : અમિત શાહે કહ્યું અમે નહીં પણ, ઇટલીની લીડરશીપ, બંગાળના ઘૂસણખોરો,CPI-CPM બહારના
PHOTO SOURCE : ANI

Follow us on

Bengal Election : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021 (West Bengal Bengal Election 2021)માં આઠ તબક્કામાંથી 4 તબક્કાનું મતદાન પૂર્ણ થઇ હું છે, હવે 7 એપ્રિલે પાંચમાં તબક્કાનું મતદાન યોજાશે. આ પાંચમાં તબક્કા માટે રાજકીય પાર્ટીઓનું પ્રચાર અભિયાન પુરજોશમાં શરૂ છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દાર્જીલિંગમાં એક જનસભાને સંબોધી. પોતાના સંબોધન દરમિયાન અમિત શાહે મમતા બેનર્જી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.

દાર્જિલિંગમાં અમિત શાહની જનસભા
દાર્જિલિંગમાં ગોરખા સમુદાયને સંબોધન કરતાં અમિત શાહે કહ્યું કે ભાજપ તમારા સન્માન માટે કોઈની પણ સાથે લડવા તૈયાર છે. તેમણે કહ્યું, “ગોરખા અને નેપાળી ભાઈઓ,જો કોઈ તમને ડરાવવાનો પ્રયત્ન કરશે તો ડરશો નહીં. ગોરખા અને નેપાળી સમુદાયના સન્માન માટે ભાજપ કોઈપણ સાથે લડી શકે છે.” એટલું જ નહીં, તેમણે ગોરખા સમુદાયની 11 જાતિઓને ST નો દરજ્જો આપવાની ખાતરી પણ આપી હતી. અમિત શાહે કહ્યું કે મમતા દીદીને હટાવો અને ભાજપનો મુખ્યપ્રધાન બનાવો. ભારતીય જનતા પાર્ટી ગોરખા સમુદાયની 11 જાતિઓને એસટીનો દરજ્જો આપશે.

કોંગ્રેસ લીડરશીપ, ઘૂસણખોરો,CPI-CPM બહારના
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને TMC અધ્યક્ષ મમતા બેનર્જીએ વિવિધ ચૂંટણી પ્રચાર દરમિયાન અમિત શાહ, વડાપ્રધાન મોદી, યોગી આદિત્યનાથને બહારના લોકો કહ્યાં હતા. આનો જવાબ આપતા અમિત શાહે કહ્યું કે, અમે લોકો બહારના નથી કમ્યુનીસ્ટ વિચારધારા બહારની છે, જે રશિયા અને ચીનથી આવી છે. કોંગ્રેસનું નેતૃત્વ બહારનું છે, જે ઇટાલીથી આવ્યું છે. TMCની વોટબેંક ઘુસણખોરો છે જે બહારના લોકો છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

1986માં કમ્યુનીસ્ટોએ 12૦૦ ગોરખા લોકોને માર્યા
1986 ની ઘટનાને યાદ કરતાં અમિત શાહે કહ્યું કે કમ્યુનીસ્ટોએ પર્વતોમાં આગ લગાવી દીધી હતી. તેમાં 1,200 ગુરખાઓ માર્યા ગયા. દીદીએ કાંઈ કર્યું નહીં. તમામ લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો વિરૂદ્ધ FIR નોંધવામાં આવી હતી. પરંતુ તે આ ઘટનામાં પસંદગીના ખાસ લોકો પર નોંધાયેલી FIR પછી ખેંચી લેવામાં આવી હતી. ભાજપ સરકાર બન્યા પછી ગોરખા લોકો સામે નોંધાયેલા કેસો એક અઠવાડિયામાં પરત ખેંચી લેવામાં આવશે.

હવે 4 તબક્કાનું મતદાન થશે
West Bengal Bengal Election 2021 માં આગામી ચાર તબક્કાની ચૂંટણીમાં પાંચમા તબક્કામાં 17 એપ્રિલના રોજ 45 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાશે.છઠ્ઠા તબક્કામાં 22 એપ્રિલના રોજ 43 બેઠકો પર મતદાન થશે અને 26 મી એપ્રિલે સાતમા તબક્કામાં 35 બેઠકો પર મતદાન થશે. આઠમા અને અંતિમ તબક્કાની ચૂંટણી 29 એપ્રિલના રોજ યોજાશે, જેમાં 35 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. મતની ગણતરી 2 મેના રોજ થશે.

Next Article