બનાસકાંઠાની ભાભર APMC પર ભાજપની પેનલનો વિજય, વિકાસ પેનલના 10 ઉમેદવારો વિજેતા બન્યા

|

Dec 03, 2020 | 10:35 PM

બનાસકાંઠામાં સહકારી સંસ્થાઓ પર ભાજપનું પ્રભુત્વ યથાવત છે. સરહદી વિસ્તારની અગ્રીમ હરોળની ભાભર APMC પર કબજો મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સામે હતા. પરંતુ ભાભર APMCમાં ભાજપ નેતા શંકરભાઈ ચૌધરી અને વર્તમાન ચેરમેન લાલજી પટેલની કોઠાસૂઝને કારણે છ બેઠકો બિનહરીફ બની હતી. જ્યારે 10 બેઠકો પર મતદાન થયું હતું. બુધવારે થયેલા મતદાન બાદ ગુરુવારે […]

બનાસકાંઠાની ભાભર APMC પર ભાજપની પેનલનો વિજય, વિકાસ પેનલના 10 ઉમેદવારો વિજેતા બન્યા

Follow us on

બનાસકાંઠામાં સહકારી સંસ્થાઓ પર ભાજપનું પ્રભુત્વ યથાવત છે. સરહદી વિસ્તારની અગ્રીમ હરોળની ભાભર APMC પર કબજો મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સામે હતા. પરંતુ ભાભર APMCમાં ભાજપ નેતા શંકરભાઈ ચૌધરી અને વર્તમાન ચેરમેન લાલજી પટેલની કોઠાસૂઝને કારણે છ બેઠકો બિનહરીફ બની હતી. જ્યારે 10 બેઠકો પર મતદાન થયું હતું. બુધવારે થયેલા મતદાન બાદ ગુરુવારે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મત ગણતરીમાં ભાજપ સમર્થિત વિકાસ પેનલના 10 ઉમેદવારો વિજેતા બનતા સંપૂર્ણ નિયામક મંડળ ભાજપનું સત્તા સ્થાને આવ્યું છે. જેના કારણે સત્તાધારી નિયામક મંડળમાં આનંદનો માહોલ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article