પાકિસ્તાનના વઝીર-એ-આઝમ ઈમરાન ખાનની સરકાર પર સંકટના વાદળ, આઝાદી માર્ચ પહોંચી ઈસ્લામાબાદ

|

Nov 01, 2019 | 1:39 PM

પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર માટે વધુ એક મુશ્કેલી ઉભી થઈ ચૂકી છે. પાકિસ્તાનમાં કોઈપણ સમયે સત્તા પરિવર્તન થઈ શકે છે. પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ થઈ ગયું છે. અને તેના રાજીનામાની માગણી શરૂ થઈ ચૂકી છે. આઝાદી માર્ચ આજે ઈસ્લામાબાદ સુધી પહોંચી ગયું છે. આ આંદોલનનું નેતૃત્વ પાકિસ્તાનનું સૌથી મોટું ધાર્મિક સંગઠન જમિયત-ઉલ-ઈસ્લામ […]

પાકિસ્તાનના વઝીર-એ-આઝમ ઈમરાન ખાનની સરકાર પર સંકટના વાદળ, આઝાદી માર્ચ પહોંચી ઈસ્લામાબાદ

Follow us on

પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર માટે વધુ એક મુશ્કેલી ઉભી થઈ ચૂકી છે. પાકિસ્તાનમાં કોઈપણ સમયે સત્તા પરિવર્તન થઈ શકે છે. પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ થઈ ગયું છે. અને તેના રાજીનામાની માગણી શરૂ થઈ ચૂકી છે. આઝાદી માર્ચ આજે ઈસ્લામાબાદ સુધી પહોંચી ગયું છે. આ આંદોલનનું નેતૃત્વ પાકિસ્તાનનું સૌથી મોટું ધાર્મિક સંગઠન જમિયત-ઉલ-ઈસ્લામ અને પ્રમુખ ફઝલુર્રહમાન કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર, 5 તબક્કામાં યોજાશે મતદાન

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ફઝલૂર્રહમાનની આગેવાનીમાં પાકિસ્તાનના કરાચી સહિત તમામ મોટા શહેરોમાંથી 27 ઓક્ટોબરે આઝાદી માર્ચ શરૂ કરી હતી. જેની અસર પાકિસ્તાનની રાજનીતિ પર છેલ્લા 5 દિવસથી દેખાઈ રહી છે. પાકિસ્તાનના અલગ અલગ શહેરોમાંથી લોકો જોડાઈ રહ્યા છે. અને માર્ચ હવે ઈસ્લામાબાદ તરફ પહોંચી ગયું છે. આઝાદી માર્ચ 31 ઓક્ટોબરે ઈસ્લામાબાદમાં પહોંચવાનું હતું. પરંતુ લાહોર ટ્રેન ઘટનામાં 70થી વધુ લોકોના મોત નિપજ્યા છે. જેને લઈને આંદોલનની તારીખમાં એક દિવસનો ફેરફાર કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

14 મહિનામાં ઈમરાનની સત્તાને ઉથલાવવાની કોશિશ

ઈમરાન ખાનને પાકિસ્તાનની સત્તા સંભાળ્યાને માત્ર 14 મહિનાનો સમય થયો છે. અને વિપક્ષી પાર્ટી પોતાના સમર્થકો સાથે આંદોલન કરવા રસ્તા પર આવી ગઈ છે. બેરોજગારી, ગરીબી, મોંઘવારીના મુદ્દા સાથે પાકિસ્તાનની જનતા રસ્તા પર ઉતરી ગઈ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 1:38 pm, Fri, 1 November 19

Next Article