મોદી સરકારનો જમ્મુ કાશ્મીરને લઈને મોટો પ્લાન, આ 10 મુદ્દાઓ પર આપવામાં આવશે જોર

|

Aug 20, 2019 | 6:24 PM

જમ્મુ કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપી દીધો છે અને કલમ 370 હટાવી દીધી છે. હાલ તો મોદી સરકાર જમ્મુ કાશ્મીરમાં કેવી રીતે શાંતિ સ્થપાઈ રહે તે માટે કામ કરી રહી છે પણ કેવી રીતે જમ્મુ કાશ્મીરની કાયાપલટ કરવી તેની રણનીતિ પણ સરકારે તૈયાર કરી લીધી છે. Web Stories View more હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ […]

મોદી સરકારનો જમ્મુ કાશ્મીરને લઈને મોટો પ્લાન, આ 10 મુદ્દાઓ પર આપવામાં આવશે જોર

Follow us on

જમ્મુ કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપી દીધો છે અને કલમ 370 હટાવી દીધી છે. હાલ તો મોદી સરકાર જમ્મુ કાશ્મીરમાં કેવી રીતે શાંતિ સ્થપાઈ રહે તે માટે કામ કરી રહી છે પણ કેવી રીતે જમ્મુ કાશ્મીરની કાયાપલટ કરવી તેની રણનીતિ પણ સરકારે તૈયાર કરી લીધી છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: મહેસાણામાં કોર્પોરેટરની 2 દીકરીને ગાયે અડફેટે લીધી, એકને હાથમાં ફ્રેક્ચર થયું

મુદ્દાઓ પરથી જાણીએ કે કેવી રીતે મોદી સરકાર જમ્મુ કાશ્મીરમાં મોટો પ્લાન લાગુ કરવા જઈ રહી છે. તેમને જમ્મુ કાશ્મીર માટે શું-શું યોજનાઓ બનાવી છે.

1. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવવા અંગે લોકોને સમજાવવા માટે આઈએએસ અધિકારીઓને મોકલવામાં આવશે. એક અધિકારી 20 જેટલા પરિવારોને મળશે અને શા માટે આ નિર્ણય લેવામાં આવ્યો તેના ફાયદાઓ વિશે લોકોને સમજાવશે.

2. જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવવાથી શું ફાયદાઓ થશે તેનો પ્રચાર સરકારી મીડિયા જેવા કે રેડિયો, ટેલિવિઝન ચેનલો પર કરવામાં આવશે.

3. સરકાર અવનવી યોજનાઓ લાવશે એટલું જ નહીં આ યોજનાઓ સીધી દેખરેખ ઉચ્ચ અધિકારીઓને સોંપશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

4. 12થી 14 ઓક્ટોબર શ્રીનગર ખાતે ઈન્વેસ્ટર સમિટ બોલવવામાં આવી છે જેમાં મોટા-મોટા ઉદ્યોગપતિઓ અને કંપનીઓને કાશ્મીરમાં રોકાણ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

5. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના 40 હજાર સરપંચ અને ગામડાઓ માટે 3700 કરોડ રુપિયાનું ફંડ સરકારે ફાળવ્યું છે.

6. બાગાયતી ખેતી જમ્મુ કાશ્મીરની જાન હોવાથી સરકાર તેને આધુનિક બનાવશે. ફળોની ખેતીની લઈને એસોશિયન બનાવવામાં આવશે.

7. જમ્મુ કાશ્મીરમાં દૂધ પંજાબ, હરિયાણામાંથી મગાવવાની ફરજ પડે છે. હવે સરકારે અમૂલ અને મદર ડેરીને ત્યાં ઉતારવાની તૈયારી બતાવી છે. આમ લોકોને પશુપાલન માટે સારી એવી સહાચ આપીને આ ડેરીક્ષેત્રે વિકાસ કરવામાં આવશે.

8. પ્રધાનમંત્રી આવાસ યોજના સ્કીમ લાગુ કરવામાં આવશે. પેંશન યોજનાનો પણ ચુસ્ત અમલ કરવામાં આવશે. જે લોકો સુધી જાણકારી નથી પહોંચી તેને માહિતગાર કરવામાં આવશે.

9. જમ્મુ કાશ્મીરના વિકાસને લઈને અને ખાસ કરીને ત્યાંના સ્થાનિક યુવાનો-યુવતીઓ આગળ આવી શકે તે માટે અલગથી ટેલિવિઝન ટેલેન્ટ શૉ પણ બનાવવાની સરકારની યોજના છે.

[yop_poll id=”1″]

10. બધી જ યોજનાઓમાં સરકાર કોઈ ગોટાળો ઈચ્છતી નથી. આથી સીધી જ દેખરેખ IAS અધિકારીઓને જ સોંપવામાં આવશે અને તેમાં સરકાર કોઈ જ બાંધછોડ ઈચ્છશે જ નહીં તેવું લાગી રહ્યું છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article