Antilia-Sachin Vaze case : મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામે તપાસના આદેશ, જાણો કોણ કરશે તપાસ

|

Mar 28, 2021 | 3:11 PM

Antilia-Sachin Vaze case : સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખ પર લગાવાયેલા આરોપો અત્યંત ગંભીર છે.

Antilia-Sachin Vaze case : મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામે તપાસના આદેશ, જાણો કોણ કરશે તપાસ
Uddhav Thackeray and Anil Deshmukh

Follow us on

Antilia-Sachin Vaze case : એન્ટીલિયા-સચિન વાઝે કેસમાં મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નરના સનસનાટીભર્યા આરોપોની સત્યતા શોધવા માટે  મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન  ઉદ્ધવ ઠાકરેએ ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામે તપાસ કરવા અંગે મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામે તપાસના આદેશ આપી દેવાયા છે. પરમબીર સિંહના દેશમુખ સામેના આરોપોની તપાસ હવે બોમ્બે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા કરવામાં આવશે.

ગૃહપ્રધાન દેશમુખે જ આ માહિતી આપી
ગૃહપ્રધાન અનિલ દેશમુખે જ આ માહિતી આપી છે કે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ નિર્ણય લીધો છે કે બોમ્બે હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ  પરમબીર સિંહ દ્વારા તેમના પર લગાવાયેલા આરોપોની તપાસ કરશે. જો કે આ તપાસ કયા ન્યાયાધીશ કરશે એની હજી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. મુંબઈ પોલીસના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે અનિલ દેશમુખ ઉપર 100 કરોડની વસુલી કરવાના  ટાર્ગેટનો આરોપ લગાવ્યો ત્યારથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગૃહપ્રધાન દેશમુખે જ કરી હતી તપાસની માંગ
તાજેતરમાં જ અનિલ દેશમુખે પોતે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને તેમના ઉપર લગાવવામાં આવેલા આરોપોની તપાસની માંગ કરી હતી. અનિલ દેશમુખે 25 માર્ચે પરમબીર સિંહ વતી લખેલા સનસનાટીભર્યા પત્રમાં કરવામાં આવેલા આરોપોની તપાસ કરતી વખતે આ પત્ર લખ્યો હતો. અનિલ દેશમુખે મરાઠીમાં ટ્વિટ કરીને લખ્યું  કે, “મેં મુખ્યપ્રધાનને પરમબીર સિંહે મારા ઉપર લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરવાની માંગ કરી છે જેથી સત્ય બહાર આવે. જો મુખ્યપ્રધાન તપાસના આદેશ આપે તો હું તેનું સ્વાગત કરીશ. સત્યમેવ જયતે.”

પરમબીરસિંહે સીબીઆઈ તપાસની માંગ કરી છે
મુંબઈ પોલીસના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર  પરમબીરસિંહે બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરી છે. પરમબીરસિંહે તેમના બદલી કરવાના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો છે અને  મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ સીબીઆઈ તપાસની માંગ કરી છે. અગાઉ સુપ્રીમ કોર્ટે પરમબીર સિંહની અરજી ફગાવી દીધી હતી અને તેમને હાઇકોર્ટમાં જવાની સલાહ આપી હતી.

સુપ્રીમ કોર્ટે દેશમુખ પરના આરોપો ગંભીર ગણાવ્યા હતા
પરમબીર સિંહે લેટરબોમ્બ બાદ સુપ્રીમના દરવાજા ખખડાવ્યા હતા અને અનિલ દેશમુખ વિરૂદ્ધ તપાસની માંગ કરી હતી. પરંતુ સુપ્રીમે તેમની અરજી ફગાવી દીધી હતી. અરજી ફગાવતી વખતે સુપ્રીમે તેમને હાઈકોર્ટમાં જવાની સલાહ આપી હતી. આ સાથે જ તેમની અરજી વિશે સુપ્રીમે કહ્યું હતું કે અરજીમાં મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખમાં લગાવેલા આરોપો અત્યંત ગંભીર છે.

Next Article