Modi Cabinet Expansion : કેન્દ્રમાં હશે નવુ સહકાર મંત્રાલય, ગુજરાતના સાંસદને મળી શકે છે તેનુ મંત્રીપદ

|

Jul 07, 2021 | 4:58 PM

પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના સહકાર મોડેલના હંમેશા વખાણ કર્યા છે.જેના પગલે આજે વિસ્તરણ થનારા મોદી મંત્રીમંડળમાં સહકારી ક્ષેત્રના ગુજરાતી  નેતાને મંત્રીપદ આપવામાં આવે તેવી પ્રબળ શક્યતા  છે.

Modi Cabinet Expansion : કેન્દ્રમાં હશે નવુ સહકાર મંત્રાલય, ગુજરાતના સાંસદને મળી શકે છે તેનુ મંત્રીપદ
PM Modi Cabinet Expansion

Follow us on

કેન્દ્રની મોદી સરકારના મંત્રીમંડળનું આજે વિસ્તરણ થવા જઇ રહ્યું છે. જો કે મંત્રીમંડળના વિસ્તરણ પૂર્વે સરકારે નવા સહકાર(Co Operative)  મંત્રાલયની જાહેરાત કરી છે. જેના પગલે એ શક્યતા પ્રબળ બની છે આ મંત્રાલયમાં ગુજરાતી નેતાને સ્થાન આપવામાં આવશે. જેમાં પીએમ મોદી(PM Modi) અને ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના સહકાર મોડેલના હંમેશા વખાણ કર્યા છે. તેમજ આ ક્ષેત્રના વિકાસ માટે પણ પ્રયાસો ર્ક્યા છે. જેના પગલે આજે વિસ્તરણ થનારા મોદી મંત્રીમંડળમાં સહકારી ક્ષેત્રના ગુજરાતી  નેતાને મંત્રીપદ આપવામાં આવે તેવી પ્રબળ શક્યતા  છે.

ગુજરાતમાંથી મંત્રી પદ આપી શકે છે.

આ ઉપરાંત હાલમાં પીએમ મોદીના મંત્રીમંડળમાં બે ગુજરાતી નેતા મનસુખ માંડવીયા અને પરષોત્તમ રૂપાલા છે. જેમાં હાલ પરષોત્તમ રૂપાલાને કૃષિ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. તેથી શક્ય છે કે સરકારે જાહેર કરેલા નવા સહકાર મંત્રાલયની જવાબદારી પરષોત્તમ રૂપાલાને કૃષિ મંત્રાલયમાંથી મુકત કરીને સોંપવામાં આવી શકે છે અથવા તો કોઇ બીજા સહકારી આગેવાન નેતાને ગુજરાતમાંથી મંત્રી પદ આપી શકે છે. જેમાં જોવા જઇએ ઘનશ્યામ અમીન, નરહરી અમીન, અજય હરિભાઈ પટેલ, શંકર ચૌધરી અથવા દિલીપ સંઘાણીને પણ નવા ચહેરા તરીકે સ્થાન આપી શકે છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આ બધા નેતાઓ સાંસદ નરહરિ અમીનના નામની શક્યતા પ્રબળ માનવામાં આવી રહી છે. કારણ કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નરહરિ અમીનની રાજ્યના સહકારી ક્ષેત્ર પર વર્ષો સુધી સારી પકડ રહી છે. તેમજ નરહરિ અમીનની પાટીદાર વોટબેન્ક પર સારી એવી પકડ છે. જેના લીધે વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં પણ તેમને કેન્દ્રીય મંત્રી બનાવ્યા બાદ સારો એવો ફાયદો ભાજપને થઈ શકે તેમ છે.

કેન્દ્ર સરકાર દ્વારા સહકાર મંત્રાલય ગઠન કરવાના નિર્ણયને ગુજરાતના અનેક સહકારી આગેવાનોએ બિરદાવ્યો હતો. તેમજ સહકારી આગેવાનોએ પીએમ મોદીજીને અભિનંદન પાઠવ્યા છે. તેમજ કહ્યું છે કે આ પગલું સહકારી ક્ષેત્રને વધુ મજબુત બનાવવાની દિશામાં આ એક મહત્વપૂર્ણસાબિત થશે

આ પણ વાંચો :  Corona Vaccination : હવે વેક્સિનના સ્લૉટ બુકિંગ કરવાનું ટેન્શન દૂર થશે, કોવિન સાથે જોડાઈ આ અનેક એપ

આ પણ વાંચો : World Chocolate Day 2021: શું ડાર્ક ચોકલેટ ખરેખર COVID-19 ના સ્ટ્રેસને દૂર કરવામાં મદદ કરે છે?

Published On - 3:54 pm, Wed, 7 July 21

Next Article