AMIT SHAHનો હુંકાર, “પહેલા ખેડૂત કાયદાઓ રદ્દ કરો, પછી ચર્ચા કરીશું , આવું નહી ચાલે”

|

Feb 19, 2021 | 6:48 AM

ગૃહપ્રધાન AMIT SHAHએ કહ્યું કે સરકાર ખેડૂત સંગઠનો સાથે ખુલ્લા મનથી વાતચીત કરવા અને જો જરૂરી હોય તો કાયદામાં ફેરફાર કરવા તૈયાર છે, પરંતુ પહેલા ખેડૂત કાયદાઓ રદ્દ કરો, પછી ચર્ચા કરીશું ...આવું નહી ચાલે.

AMIT SHAHનો હુંકાર, પહેલા ખેડૂત કાયદાઓ રદ્દ કરો, પછી ચર્ચા કરીશું , આવું નહી ચાલે
ફાઈલ ફોટો : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ

Follow us on

ત્રણ નવા ખેડૂત કાયદાની વિરુદ્ધમાં ખેડૂતોનું આંદોલન ચાલુ છે. આંદોલનના મુખ્ય ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પશ્ચિમ બંગાળની ચૂંટણી પર રાજ્યમાં આંદોલનને ધાર આપવાની જાહેરાત કરી છે. ખેડૂત કાયદા સામે પંજાબ અને હરિયાણાના ખેડુતોમાં સૌથી વધુ નારાજગી જોવા મળી રહી છે અને જેને કારણે પંજાબની સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપને મોટું નુકસાન થયું છે. આવી સ્થિતિમાં પ્રશ્ન ઉભો થાય છે કે શું ખેડૂત આંદોલનની અસર બંગાળની ચૂંટણીઓ પર પણ જોવા મળશે.

મમતા સરકારને કારણે બંગાળના ખેડુતોને 6 હજાર મળતા નથી
એક કાર્યક્રમમાં ગૃહપ્રધાન AMIT SHAHને પૂછવામાં આવ્યું કે શું ખેડુતોના આંદોલનથી પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપને નુકસાન થશે ત્યારે તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળના ખેડૂતોની એક અલગ સમસ્યા છે, જેનો ખેડૂત નેતાઓ જવાબ આપવા માંગતા નથી. મોદીજી દ્વારા ખેડૂતોને મોકલાતા વાર્ષિક 6 હજાર રૂપિયા પશ્ચિમ બંગાળના ખેડૂતોને મળતા નથી, કારણકે મમતા દીદી આ માટે ખેડૂતોનું લીસ્ટ જ આપતા નથી. દેશભરના ખેડુતોને વર્ષે 6 હજાર રૂપિયા મળે છે, પરંતુ પશ્ચિમ બંગાળના ખેડૂતોને આવું નથી. પરંતુ પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બન્યા પછી અમે ખેડુતોને જૂની બાકી રકમ સાથે યોજનાના નવા હપ્તા પણ આપીશું.

કાયદાઓ રદ્દ કરો, પછી ચર્ચા કરીશું …આવું નહી ચાલે
ગૃહપ્રધાન AMIT SHAHએ  કહ્યું કે સરકાર ખેડૂત સંગઠનો સાથે ખુલ્લા મનથી વાતચીત કરવા અને જો જરૂરી હોય તો કાયદામાં ફેરફાર કરવા તૈયાર છે, પરંતુ પહેલા ખેડૂત કાયદાઓ રદ્દ કરો, પછી ચર્ચા કરીશું …આવું નહી ચાલે. ગૃહપ્રધાન શાહે કહ્યું કે જો કોઈને લાગે કે ખેડૂત કાયદામાં કંઈક એવું છે જે ખેડૂતોના હિતની વિરુદ્ધ છે તો સરકાર ખુલ્લા મને વાતચીત કરવા તૈયાર છે. પરંતુ વાતચીત એવી ન હોઈ શકે કે પહેલા ખેડૂત કાયદાઓ રદ્દ કરો, પછી વાત કરો. કાયદામાં ખેડૂત વિરોધી લાગે તેવી જોગવાઈઓની ચર્ચા કરો. અમે કાયદામાં ફેરફાર માટે તૈયાર છીએ. પરંતુ તમે આ પ્રકારની ચર્ચા કરવા માંગતા નથી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ખેડૂત કાયદામાં કંઇપણ ફરજીયાત નથી, અમે નવા વિકલ્પો આપ્યા
ગૃહપ્રધાન AMIT SHAHએ  કહ્યું કે 130 વર્ષ પછી સરકાર ખેડૂતોના ઉત્પાદનની માર્કેટિંગ સિસ્ટમમાં સુધારો લાવવાનો પ્રયાસ કરી રહી છે. નવા કાયદાઓએ ખેડુતો પર કંઈપણ બળજબરીથી થોપ્યું નથી. તેના બદલે તેઓને નવા વિકલ્પો આપવામાં આવ્યા છે, તે પણ જૂના મુદ્દાઓને બંધ કર્યા વિના. મોદીજીએ તેને દેશની સંસદમાં ખૂબ સારી રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આખી સિસ્ટમમાં કંઇપણ ફરજીયાત નથી. અમે નવો વિકલ્પ આપીને જુનો વિકલ્પ બંધ કરી રહ્યાં નથી. કયો વિકલ્પ પસંદ કરવો એ નિર્ણય ખેડૂતો પર છે.

Published On - 6:47 am, Fri, 19 February 21

Next Article