પીએમ મોદીના પ્રવાસ વચ્ચે ફેસબુકે કહ્યું બાંગ્લાદેશમાં સેવા બંધ છે

|

Mar 27, 2021 | 3:54 PM

બાંગ્લાદેશમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક અને તેની મેસેજિંગ એપ શુક્રવારથી બંધ છે. પીએમ મોદીના બે દિવસના બાંગ્લાદેશ પ્રવાસ પૂર્વે ફેલાયેલી હિંસાના પગલે ફેસબુકે તેની સેવા બંધ કરી હતી. આ અંગે ફેસબુકે શનિવારે જણાવ્યું હતું.

પીએમ મોદીના પ્રવાસ વચ્ચે ફેસબુકે કહ્યું બાંગ્લાદેશમાં સેવા બંધ છે
PM Modi Visit Bangaladesh Image

Follow us on

બાંગ્લાદેશમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ Facebook અને તેની મેસેજિંગ એપ શુક્રવારથી બંધ છે. પીએમ મોદીના બે દિવસના બાંગ્લાદેશ પ્રવાસ પૂર્વે ફેલાયેલી હિંસાના પગલે ફેસબુકે તેની સેવા બંધ કરી હતી. આ હિંસામાં શુક્રવારે ચાર લોકોનાં મોત થયા હતા. જેમાં હિંસક ટોળાએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. તેની બાદ પોલિસે ટોળાં પર ગોળીબાર કરવાની ફરજ પડી હતી.

આ અંગે Facebook એ  શનિવારે જણાવ્યું હતું અમને ખબર છે કે બાંગ્લાદેશમાં અમારી સેવા બંધ છે. તેમજ અમે આ વસ્તુને સમજીએ છીએ અને તેને ફરીથી પુન સ્થાપિત કરવાના પ્રયાસ કરી રહ્યાં છે.

આ ઉપરાંત બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ ફેસબુક પર પ્રતિબંધ મૂકવા પર કોઇ ટિપ્પણી કરી ન હતી. જો કે આ પૂર્વે તેમણે ઇન્ટરનેટ શટડાઉન કરીને વિરોધને ફેલાવતો રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આ ઉપરાંત ફેસબુકે જણાવ્યું કે હાલના સંજોગોમાં જ્યારે કોરોના વાયરસનો ફેલાવો વધી રહ્યો છે અને સોશિયલ મીડિયાની ખાસ જરૂરિયાત છે ત્યારે આ પ્રકારની સ્થિતિ યોગ્ય નથી.

પીએમ મોદી શુક્રવારે તેમની બે દિવસીય યાત્રા પર બાંગ્લાદેશ પહોંચ્યા હતા. આ યાત્રા પૂર્વે બાંગ્લાદેશના ચટગાંવમાં પ્રદર્શન કરી રહેલા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં પોલીસે વિપક્ષ પર રબરની ગોળીઓ ચલાવી હતી અને ટીયરગેસના સેલ છોડ્યા હતા. જેના કારણે ચાર લોકોનાં મોત અને નિપજ્યાં હતા અને ડઝન લોકો ઘાયલ થયાં હતા.

એક પોલીસ અધિકારીએ કહ્યું કે શુક્રવારે બાંગ્લાદેશના ચટગાંવમાં પીએમ મોદીની મુલાકાતના વિરોધ દરમિયાન વિરોધીઓ પર રબરની ગોળી ચલાવવામાં આવી ત્યારે ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા હતા.

પોલીસ અધિકારીએ વિરોધીઓને ટાંકતા જણાવ્યું છે કે વિરોધીઓ પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયા હતા અને અહીં તોડફોડ કરી રહ્યા હતા તેથી અમારે ટીયર ગેસના શેલ અને રબરની ગોળી ચલાવવી પડી હતી.સાક્ષીઓએ કહ્યું કે પીએમ મોદીની મુલાકાતનો રાજધાની ઢાકામાં પણ વિરોધ કરવામાં આવ્યો હતો.

જ્યાં પોલીસ સાથેની અથડામણમાં બે પત્રકારો સહિત ડઝનેક લોકો ઘાયલ થયા હતા.કોરોનાના કાળમાં પીએમ મોદીની આ પહેલી વિદેશ યાત્રા છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ​​બાંગ્લાદેશના વિદેશ પ્રધાન અબ્દુલ મોમિન સાથે બેઠક યોજી હતી. ઢાકાના સવારમાં રાષ્ટ્રીય શહીદ સ્મારકની મુલાકાત લીધી. આ ઉપરાંત તે ભારતીય મૂળના લોકોને પણ મળ્યા હતા.

Published On - 3:50 pm, Sat, 27 March 21

Next Article