ઝારખંડની ચૂંટણીમાં અમ્બા પ્રસાદ બન્યા સૌથી નાની ઉંમરના ધારાસભ્ય, પિતા જેલમાં અને માતા તડીપાર

|

Dec 26, 2019 | 8:53 AM

ઝારખંડની જનતાએ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જાકારો આપી દીધો છે. અને મહાગઠબંધન પર પોતાનો વિશ્વાસકળશ ઢોળ્યો છે. JMMના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેનને મુખ્યમંત્રીનો ચહેરો બનાવવામાં આવ્યો હતો. અને 81માંથી 47 બેઠક પોતાના નામે કરી છે. તો આ વખતે ભાજપના ખાતામાં માત્ર 25 બેઠક આવી છે. ત્યારે ઝારખંડમાં મહાગઠબંધન પોતાની સરકાર બનાવવા જઈ રહ્યું છે. જેમાં કોંગ્રેસ, […]

ઝારખંડની ચૂંટણીમાં અમ્બા પ્રસાદ બન્યા સૌથી નાની ઉંમરના ધારાસભ્ય, પિતા જેલમાં અને માતા તડીપાર

Follow us on

ઝારખંડની જનતાએ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જાકારો આપી દીધો છે. અને મહાગઠબંધન પર પોતાનો વિશ્વાસકળશ ઢોળ્યો છે. JMMના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેનને મુખ્યમંત્રીનો ચહેરો બનાવવામાં આવ્યો હતો. અને 81માંથી 47 બેઠક પોતાના નામે કરી છે. તો આ વખતે ભાજપના ખાતામાં માત્ર 25 બેઠક આવી છે. ત્યારે ઝારખંડમાં મહાગઠબંધન પોતાની સરકાર બનાવવા જઈ રહ્યું છે. જેમાં કોંગ્રેસ, JMM અને લાલુ પ્રસાદની પાર્ટી RJD સામેલ છે.

આ પણ વાંચોઃ વિદ્યુત સહાયકની ભરતી પ્રકિયાનો પુન:પ્રારંભ, 15મી જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે: સૌરભ પટેલ

ઝારખંડની ચૂંટણીના અનુમાન ઘણા અંશે સાચા પડ્યા છે. રાજનૈતિક પંડિતોના હિસાબે સત્તાની કમાન કોંગ્રેસ અને JMMના હાથમાં જવાની હતી. ત્યારે આ ચૂંટણીમાં અમ્બા પ્રસાદ પર સૌ કોઈની નજર અટકેલી હતી. અમ્બાની ઉંમર માત્ર 27 વર્ષની છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જેના કારણે સૌથી નાની ઉંમરે અમ્બા એક ધારાસભ્ય બની છે. સાથે તેણે આજસૂના ઉમેદવાર રોશનલાલ ચૌધરીને 30,140 મતથી હરાવ્યા છે. MLA અમ્બાએ BBAનો અભ્યાસ કર્યો છે. જે બાદ હ્યુમન રિસોર્સમાં MBA સુધી અને સાથે કાયદાનો પણ અભ્યાસ કર્યો છે. 2014માં અમ્બા દિલ્હીમાં રહીને UPSCની તૈયારી કરી રહી હતી. ત્યારે તેને જાણવા મળ્યું કે, પિતાની તબિયત ખરાબ થઈ ચૂકી છે. જેના કારણે તેને ઘરે પરત આવવું પડ્યું હતું.

 

લોકસભા 2019માં અમ્બાએ પોતાની માતા નિર્મલા દેવીની પ્રતિનિધિ બનીને પ્રચારકામ હાથમાં લીધુ હતું. જેના કારણે રાજનીતિમાં લોકો અમ્બાના નામથી જાણકાર થયા હતા. તો રાહુલ ગાંધીએ પણ તેમના માટે રેલીમાં હાજરી આપી હતી. આ ચૂંટણીમાં અમ્બાએ જે બડકાગાંવ સીટ પરથી જીત મેળવી તે જગ્યાએ તેમના પિતા યોગેન્દ્ર સાવે 2009માં જીત મેળવી હતી. અને મંત્રી પણ બન્યા હતા. જે બાદ અનેક આક્ષેપોના કારણે જેલમાં જવું પડ્યું હતું. જે બાદ તેમની માતા નિર્મલા દેવીએ આ બેઠક પરથી ચૂંટણી લડી હતી. અને કોંગ્રેસે તેમને ટિકિટ આપી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article