અલ્પેશ કથીરીયાએ કોર્ટની બહાર કહ્યું “સૈનિકો શહીદ થઈ રહ્યાં છે અને રાજકારણીઓ ભાષણ કરી રહ્યાં છે, આને રાજકારણ કહેવાય”

|

Feb 19, 2019 | 4:54 PM

પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે, અલ્પેશ સામે નોંધાયેલ ગુનાઓમાં એક પછી એક ધરપકડ કરવામાં આવી રહી છે. સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રાયોટિંગના ગુનામાં પોલીસે લાજપોર જેલમાંથી કબજો મેળવી સચિન પોલીસ સ્ટેશન ખાતે અલ્પેશને  લઈ જવામાં આવ્યો હતો. અલ્પેશ કથીરિયાની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી કારણ કે અલ્પેશના રાજદ્રોહ કેસમાં જામીન […]

અલ્પેશ કથીરીયાએ કોર્ટની બહાર કહ્યું સૈનિકો શહીદ થઈ રહ્યાં છે અને રાજકારણીઓ ભાષણ કરી રહ્યાં છે, આને રાજકારણ કહેવાય

Follow us on

પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે, અલ્પેશ સામે નોંધાયેલ ગુનાઓમાં એક પછી એક ધરપકડ કરવામાં આવી રહી છે. સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રાયોટિંગના ગુનામાં પોલીસે લાજપોર જેલમાંથી કબજો મેળવી સચિન પોલીસ સ્ટેશન ખાતે અલ્પેશને  લઈ જવામાં આવ્યો હતો.

અલ્પેશ કથીરિયાની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી કારણ કે અલ્પેશના રાજદ્રોહ કેસમાં જામીન કેન્સલ થતાં અલ્પેશ 1 મહિનાથી ભાગતો ફરતો હતો. જેને લઈ પોલીસે ધરપકડ કરી હતી.બાદમાં અલ્પેશ કથીરિયાને સુરત કોર્ટમાં રજૂ કરી લાજપોર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ આજે અલ્પેશને સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રાયોટિંગના ગુનામાં પોલીસે અલ્પેશની લાજપોર જેલમાંથી કસ્ટડી મેળવી સચિન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો છે.

TV9 Gujarati

 

સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો ઉપયોગ

જ્યાં અલ્પેશના પિતા અને બીજા પાસના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા, પણ અલ્પેશ દ્વારા પોલીસ સ્ટેશનમાં જામીન લેવા માટે ના પાડતા આખરે પોલીસે અલ્પેશને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. ત્યાં સરથાણામાં નોંધાયેલ રાયોટિંગના ગુનામાં જામીન મંજુર થયા. જે રાજદ્રોહ કેન્સલમાં જામીન કેન્સલ થયા તે મામલે લાજપોર જેલમાં કેદ અલ્પેશને ફરી લાજપોર જેલમાં મુકવામાં આવ્યો.  કોર્ટની બહાર નીકળ્યા અલ્પેશે નિવેદન આપ્યું કે ” સૈનિકો શહીદ થઈ રહ્યા છે અને રાજકારણી ઓ ભાષણ કરી રહ્યા છે આને રાજકારણ કહેવાય ”

[yop_poll id=1612]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article