‘અડધી કિંમતે દારુ, ઈદમાં બકરા ફ્રી’ જાણો આવા ચૂંટણી વાયદાઓ ક્યા નેતાએ કર્યો?

|

Apr 18, 2019 | 8:43 AM

દેશમાં 17મી લોકસભા ચૂંટણી માટે ચૂંટણી શરૂ થઈ ચૂકી છે આખા દેશમાં ચૂંટણી 7 તબક્કામાં થવાની છે. આ ચૂંટણીને લઈને નેતાઓ પણ અજબ ગજબ વાયદાઓ કરી રહ્યાં છે.  બધી જ રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારો મતદારોને તેમની તરફ ખેંચવા માટે અલગ અલગ વાયદા કરે છે પણ આ વાયદાઓ કેટલા પુરા થશે, તે ત્યારે ખબર પડશે જ્યારે […]

અડધી કિંમતે દારુ, ઈદમાં બકરા ફ્રી જાણો આવા ચૂંટણી વાયદાઓ ક્યા નેતાએ કર્યો?

Follow us on

દેશમાં 17મી લોકસભા ચૂંટણી માટે ચૂંટણી શરૂ થઈ ચૂકી છે આખા દેશમાં ચૂંટણી 7 તબક્કામાં થવાની છે. આ ચૂંટણીને લઈને નેતાઓ પણ અજબ ગજબ વાયદાઓ કરી રહ્યાં છે. 

બધી જ રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારો મતદારોને તેમની તરફ ખેંચવા માટે અલગ અલગ વાયદા કરે છે પણ આ વાયદાઓ કેટલા પુરા થશે, તે ત્યારે ખબર પડશે જ્યારે ઉમેદવાર જીતશે. હાલમાં તો ઘણા ઉમેદવારો એવા પણ છે. જેમના વાયદા સાંભળીને લોકો ખડખડાટ હસવા લાગ્યા છે.

ઉત્તર પૂર્વ દિલ્હી લોકસભા ક્ષેત્રની એક પાર્ટીના ઉમેદવારે એવો વાયદો કર્યો છે કે તેઓ ઈદમાં મફતમાં બકરી, અડધા ભાવમાં દારૂ અને મહિલાઓને મફતમાં સોનું આપશે.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

અમિત શર્માનું ચૂંટણીનું ઘોષણાપત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે. તેમને ઘોષણાપત્ર દ્વારા પાર્ટીના મુદ્દા જણાવ્યા છે. તેમાં વિદ્યાર્થીઓને Phd સુધીની ફી માફ કરવામાં આવશે, બધા જ વિદ્યાર્થીઓને મેટ્રો અને બસની મુસાફરીનો પાસ મફતમાં, પ્રાઈવેટ સ્કુલની ફી મફત, છોકરીના જન્મ થવા પર 50 હજાર રૂપિયા, છોકરીના લગ્ન માટે 2.5 લાખ રૂપિયા અને 10 રૂપિયામાં જમવાનું આપવાનું વાયદાઓ કર્યા છે.

 

TV9 Gujarati

 

 

વાયદાનું લિસ્ટ ખુબ મોટુ છે. બેરોજગારોને 10 હજાર રૂપિયા મહિને, સિનિયર સિટીજન, વિધવાઓ, દિવ્યાંગોને 5 હજાર રૂપિયા પેન્શન, પ્રાઈવેટ હોસ્પિટલમાં 10 લાખ રૂપિયા સુધીની સારવાર મફત, ઈદ પર મુસ્લિમ સમુદાયને બકરી મફત આવા તમામ વાયદાઓ કરવામાં આવ્યા છે.

આ પહેલા ઉમેદવાર નથી, જેમને આ પ્રકારના વાયદા કર્યા હોય. તમિલનાડુના તિરૂપુર સીટના અપક્ષ ઉમેદવાર શેખ દાઉદે વાયદો કર્યો હતો કે જો તે ચૂંટણી જીતશે તો બધા જ લોકોને સરકારી નોકરી, મહિલાઓને 25 હજાર રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવશે. આમ નેતાઓ એવા વાયદાઓ કરી દે છે કે તેને વિચાર પણ કરતા પણ લાગવા માંડે છે કે આ પુરા થશે કે નહિં.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article