“અલ-કાયદાએ ઇરાનમાં નવા હોમ બેઝ બનાવ્યા” અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પીયોનો દાવો

યુએસના વિદેશ સચિવએ કહ્યું કે ઈરાનની અંદર અલ-મસરીની હાજરી સૂચવે છે કે અલકાયદાનો (Al Qaeda) નવો હોમ બેઝ આધાર હવે ઈરાન બની ગયો છે.

  • Hardik Bhatt
  • Published On - 8:41 AM, 13 Jan 2021
Al Qaeda builds new home base in Iran, claims US Secretary of State Mike Pompeo

યુએસના વિદેશ સચિવએ કહ્યું કે ઈરાનની અંદર અલ-મસરીની હાજરી સૂચવે છે કે અલકાયદાનો (Al Qaeda) નવો હોમ બેઝ આધાર હવે ઈરાન બની ગયો છે. અમેરિકાના વિદેશ પ્રધાને ઈરાન પર મોટો આરોપ લગાવ્યો છે. યુએસના વિદેશ સચિવ માઇક પોમ્પીઓએ (Mike Pompeo) મંગળવારે કહ્યું કે અલ-કાયદાએ ઇરાનમાં નવો હોમ બેઝ સ્થાપ્યો છે. જો કે, તેમણે આ સંદર્ભમાં કોઈ પુરાવા આપ્યા નથી.

ન્યુયોર્ક ટાઇમ્સે નવેમ્બરમાં કહ્યું હતું કે, અલ કાયદાના અબુ મુહમ્મદ અલ-મસરી, જે 1998 માં આફ્રિકામાં બે અમેરિકી દૂતાવાસો પર બોમ્બ ધડાકામાં માસ્ટરમાઈન્ડને મદદ કરવાનો આરોપી હતો. તેને ઈરાનમાં સશસ્ત્ર ઇઝરાઇલી અધિકારીઓએ પકડ્યો હતો. ઈરાને આ અહેવાલને નકારી કાઢ્યો હતો અને કહ્યું કે તેની ધરતી પર અલ-કાયદાના કોઈ ‘આતંકવાદીઓ’ નથી.
પોમ્પીયોએ વોશિંગ્ટનમાં નેશનલ પ્રેસ ક્લબ ખાતે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તેઓ પહેલીવાર જાહેરમાં જાહેરાત કરી રહ્યા છે કે ગત વર્ષે 7 ઓગસ્ટે અલ-મસરીનું મોત થયું છે. પોમ્પીયોએ કહ્યું કે ઈરાનમાં તેની હાજરી એ કોઈ આશ્ચર્યજનક વાત નથી. યુએસના વિદેશ સચિવએ કહ્યું કે ઈરાનની અંદર અલ-મસરીની હાજરી સૂચવે છે કે અલ-કાયદાનો નવો હોમ બેઝ હવે ઈરાન બની ગયો છે.