રાજ્યસભામાં ધાંધલ ધમાલ કરનાર 8 સાંસદો સપ્તાહ માટે સસ્પેન્ડ

|

Sep 21, 2020 | 10:49 AM

રાજ્યસભામાં કૃષિબિલ ઉપરની ચર્ચા બાદ, બિલ પસાર કરવા માટે યોજાયેલા મતદાન સમયે, મચેલી ધાંધલ ધમાલને લઈને આઠ સાંસદોને એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્યસભાના અધ્યક્ષ એમ. વૈકયા નાયડુએ, રાજ્યસભાની ગરીમાને ઝાંખપ લગાડનારા જે આઠ સાંસદોને સસ્પેન્ડ કર્યા છે તે પૈકી કોંગ્રેસના ત્રણ, તુણમુલ કોંગ્રેસ અને સીપીઆઈ (એમ)ના બે-બે અને એક સાંસદ આમ આદમી […]

રાજ્યસભામાં ધાંધલ ધમાલ કરનાર 8 સાંસદો સપ્તાહ માટે સસ્પેન્ડ

Follow us on

રાજ્યસભામાં કૃષિબિલ ઉપરની ચર્ચા બાદ, બિલ પસાર કરવા માટે યોજાયેલા મતદાન સમયે, મચેલી ધાંધલ ધમાલને લઈને આઠ સાંસદોને એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્યસભાના અધ્યક્ષ એમ. વૈકયા નાયડુએ, રાજ્યસભાની ગરીમાને ઝાંખપ લગાડનારા જે આઠ સાંસદોને સસ્પેન્ડ કર્યા છે તે પૈકી કોંગ્રેસના ત્રણ, તુણમુલ કોંગ્રેસ અને સીપીઆઈ (એમ)ના બે-બે અને એક સાંસદ આમ આદમી પાર્ટીના છે. રાજ્યસભાના અધ્યક્ષ એમ વૈકયા નાયડુએ એમ પણ કર્યું કે, વિપક્ષ દ્વારા રાજ્યસભાના ઉપાધ્યક્ષ સામે લવાયેલ અવિશ્વાસનો પ્રસ્તાવ નિયમ વિરુધ્ધનો છે. ગઈકાલને દિવસ રાજ્યસભા માટે બહુ ખરાબ દિવસ રહ્યો હોવાનુ જણાવ્યું. ઉપાધ્યક્ષ સાથે ધક્કા મુક્કી કરવી, તેમને રાજ્યસભાનું કામ કરતા રોકવા એ નિંદાજનક છે. સાંસદોએ પોતાની જાતે આત્મનિરીક્ષણ કરવુ જોઈએ.

કોને કોને કરાયા સસ્પેન્ડ

ડેરેક ઓ બ્રાયન તુણમુલ કોંગ્રેસ
ડોલા સેન તુણમુલ કોંગ્રેસ
રાજીવ સાતવ કોંગ્રેસ
રિપુણ બોરા કોંગ્રેસ
સૈયદ નાસિર હુસેન કોંગ્રેસ
સંજય સિંહ આમ આદમી પાર્ટી
કે કે રાગેશ સીપીઆઈ (એમ)
એલમારામ કરીમ સીપીઆઈ (એમ)

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article