મહારાષ્ટ્રમાં પિક્ચર હજુ બાકી છે? 15માંથી હજુ 2 મંત્રીની થશે છુટ્ટી: BJPનો દાવો

|

Apr 08, 2021 | 5:51 PM

એન્ટિલિયા કેસ  (Antilia Case)માં પરમબીરસિંહ બાદ સચિન વાઝે (Sachin Vaze)ના લેટર બોમ્બ બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો ચાલુ છે. અનિલ દેશમુખના રાજીનામા બાદ ભાજપ ઉદ્ધવ (Uddhav Thackeray) સરકાર પર એકદમ આક્રમકતા દર્શાવે છે.

મહારાષ્ટ્રમાં પિક્ચર હજુ બાકી છે? 15માંથી હજુ 2 મંત્રીની થશે છુટ્ટી: BJPનો દાવો
ChandraKant Patil

Follow us on

એન્ટિલિયા કેસ  (Antilia Case)માં પરમબીરસિંહ બાદ સચિન વાઝે (Sachin Vaze)ના લેટર બોમ્બ બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો ચાલુ છે. અનિલ દેશમુખના રાજીનામા બાદ ભાજપ ઉદ્ધવ (Uddhav Thackeray) સરકાર પર એકદમ આક્રમકતા દર્શાવે છે. દરમિયાન મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે ( Chandrakant Patil ) દાવો કર્યો છે કે, આગામી 15 દિવસમાં વધુ બે મંત્રીઓ રાજીનામું આપશે. તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની સ્થિતિ છે, જોકે અમારી પાર્ટીએ તેની માંગ કરી નથી.

 

તેમણે આ ટિપ્પણી ત્યારે કરી હતી જ્યારે સસ્પેન્ડ પોલીસ કર્મચારી સચિન વાઝેએ એક પત્રમાં દાવો કર્યો હતો કે રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખે (Anil Deshmukh) મુંબઈ પોલીસમાં તેમની સેવા ચાલુ રાખવા માટે બે કરોડ રૂપિયા માંગ્યા હતા અને અન્ય પ્રધાન અનિલ પરબને તેમને ઠેકેદારો પાસેથી પૈસા ઉઘરાવવાનું કહ્યું હતું. સોમવારે એનસીપીના વરિષ્ઠ નેતા દેશમુખે ગૃહ પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું. મુંબઈ હાઈકોર્ટે મુંબઈ પોલીસના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે તેમના વિરુદ્ધ લગાવેલા ભ્રષ્ટાચારના આરોપોની સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

શિવસેનાના નેતા પરબે આ આરોપોને ફગાવી દીધા છે. પાટિલે ગુરુવારે અહીં પત્રકારો સાથેની વાતચીતમાં કોઈના પર બોલ્યા વિના દાવો કર્યો હતો કે, “રાજ્યના બે મંત્રીઓને આવતા 15 દિવસમાં રાજીનામું આપવું પડશે.” કેટલાક લોકો આ મંત્રીઓની વિરુદ્ધ કોર્ટમાં જશે અને ત્યારબાદ તેમને રાજીનામું આપવું પડશે.

 

પાટિલે કહ્યું કે એવું થઈ શકે કે અનિલ દેશમુખના વિરુદ્ધ આરોપોની તપાસમાં પરિવહન મંત્રી અનિલ પરબની વિરુદ્ધ લાગેલા આરોપોને પણ શામેલ કરી લેવાય. ભાજપના નેતાએ કહ્યું કે મહારાષ્ટ્ર રાષ્ટ્રપતિ શાસન લડવા માટે યોગ્ય છે. તેને કહ્યું કે તે માટે થઈને તેની પાર્ટી આ માટે માંગ નથી કરી રહી. તેમણે કહ્યું કે રાજ્યમાં જે કંઈ પણ ચાલી રહ્યું છે તેના વિશેષજ્ઞો જણાવી શકે છે કે રાષ્ટ્રપતિ શાસન લગાવવું કે નહીં. તેને કહ્યું કે ‘તમે દરેક વસ્તુ માટે કેન્દ્રને જવાબદાર ગણો છો તો રાજ્યનું સંચાલન કેન્દ્રને કેમ નથી સોંપી દેતા?’ પાટિલે આરોપ લગાવ્યો છે કે અનિલ પરબ દેશમુખ એક પાખંડી છે કારણ કે તે મુંબઈ હાઈકોર્ટની સીબીઆઈ તપાસના આદેશના વિરોધમાં સર્વોચ્ચ ન્યાયાલયમાં ગયા છે.

 

તેમણે કહ્યું, ‘રાજીનામાના પત્રમાં દેશમુખે કહ્યું હતું કે તેઓ સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ માટે રાજીનામું આપી રહ્યા છે અને બીજા દિવસે તેઓ તપાસની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે.’ બીજેપી નેતાએ કહ્યું કે મહારાષ્ટ્રની એમવીએ (મહા વિકાસ આઘાડી ) સરકારે રાજ્યના બજેટ સત્ર દરમિયાન આક્રમક રીતે વાજેનો બચાવ કર્યો હતો. તેણે કહ્યું, “હવે તમને તેમના પર વિશ્વાસ નથી.” પાટિલે આરોપ લગાવ્યો કે એમવીએ સરકાર “સંગઠિત ગુનામાં સામેલ છે”.

 

તેમણે દાવો કર્યો, “જો દસ્તાવેજી પુરાવા આવે તો મહારાષ્ટ્ર કંટ્રોલ ઑર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (એમકોસીએ)ની જોગવાઈઓ લાગુ થશે. નાગપુરમાં પત્રકારો સાથે વાત કરતા ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે વાજેએ તેમના પત્રમાં કરેલા દાવા ગંભીર છે અને તેની ચર્ચા કરવાની જરૂર છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું, “જે વસ્તુઓ થઈ રહી છે તે મહારાષ્ટ્ર અને રાજ્ય પોલીસની પ્રતિષ્ઠા માટે સારી નથી.” સીબીઆઈ કે અન્ય કોઈ સક્ષમ ઓથોરિટીએ પત્રમાં શું કહેલું છે તેની તપાસ કરવી જોઈએ અને સત્ય બહાર લાવવું જોઈએ.

 

આ પણ વાંચો: Varanasi : કાશી વિશ્વનાથ અને જ્ઞાનવાપી મસ્જીદ અંગે કોર્ટનો મહત્વનો નિર્ણય, પુરાતાત્વિક સર્વેક્ષણની આપી મંજુરી

Next Article