
મગજ અને જ્ઞાનતંતુઓને આરામ આપે છે. ડિપ્રેશનથી પીડિત લોકોએ આ ચોક્કસપણે કરવું જોઈએ. આમ કરવાથી નકારાત્મક વિચારો ઓછા થાય છે. ભ્રામરી પ્રાણાયામ કરવાથી ધ્યાન વધુ સારી રીતે કરી શકો છો.

ભ્રામરી પ્રાણાયામ કેવી રીતે કરવો?: ભ્રામરી પ્રાણાયામ કરવા માટે સૌ પ્રથમ સુખાસન અથવા પદ્માસનમાં બેસો. આ કરવા માટે તમારે શાંત સ્થળ પસંદ કરવું જોઈએ. હવે તમારી આંખો બંધ કરો અને બે ઊંડા શ્વાસ લો અને શ્વાસ બહાર કાઢો. તમારા શરીરને આરામ આપતી વખતે તમારા બંને હાથની તર્જની આંગળીઓથી તમારા બંને કાનને હળવાશથી દબાવો. હવે મધમાખી જેવો અવાજ કાઢો. તમારે મોં બંધ રાખીને 'હમ્મમ' જેવો અવાજ કરવો જોઈએ. તમે આ ધીમે-ધીમે 5 થી 10 વખત કરી શકો છો. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.)