
પેટની ચરબી ઘટાડવા માટે નૌકાસન શ્રેષ્ઠ આસન છે. ભલે તે સરળ લાગે, તે તમારા પેટ પર ઘણો ભાર મૂકે છે, જે ચરબી બર્ન કરવામાં મદદ કરે છે. આનાથી નિતંબ અને પીંડી પણ મજબૂત બને છે. આ યોગાસનમાં શરીરને હોડીના આકારમાં લાવવાનું હોય છે. આ ફોટો જોઈને તમે આસનનું પુનરાવર્તન કરી શકો છો. તમારે આ મુદ્રામાં 20 થી 30 સેકન્ડ સુધી રહેવું પડશે. (Pexels)

અધોમુખ સ્વનાસન માત્ર પેટની ચરબી ઘટાડે છે, પરંતુ શરીરમાં ફ્લેક્સિબિલીટી પણ લાવે છે. આ યોગાસન કરવા માટે, સીધા ઊભા રહો અને શ્વાસ બહાર કાઢતી વખતે આરામથી આગળ ઝૂકો અને તમારા કમરને ઉંચી કરો અને તમારા શરીરને ઊંધી હોડી જેવું બનાવો. તમારી ક્ષમતા મુજબ આ મુદ્રામાં શરીરને શક્ય તેટલો સમય રાખો અને પછી સામાન્ય મુદ્રામાં પાછા ફરો. (Pexels) (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.)
Published On - 7:52 am, Mon, 14 April 25